થોડા સમય અગાઉ વિકી કૌશલ ભૂત પાર્ટ ૧ : ધ હૉન્ટેડ શિપને કારણે ચર્ચામાં આવ્યો હતો. વિકીએ ફિલ્મનું શૂટિંગ પૂરૂં કર્યું એની જાણકારી એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી હતી. ત્યાર બાદ તુરંત સોશિલ મીડિયા પર ભૂત પાર્ટ ૧નું પોસ્ટર શેર કર્યું હતું. જોકે હાલ ફિલ્મના સર્જકોએ ભૂત પાર્ટ ૧નું નુવું પોસ્ટર રિલીઝ કર્યું છે.
રિલીઝ કરાયેલા પોસ્ટરમાં વિકીને પાણીની અંદર એક ભૂતે જકડી રાખ્યો છે. તો વિકી એની પકડમાંથી છૂટવાના ફાંફા મારી રહ્યો હોવાનું જણાય છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવાની સાથે મેકર્સે એની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી. ભૂત પાર્ટ ૧ : ધ હૉન્ટેડ શિપ આ વરસે ૧૫ નવેમ્બરે રિલીઝ થશે.
ફિલ્મમાં વિકી કૌશલ પહેલીવાર ભૂમિ પેડનેકર સાથે જાવા મળશે. ફિલ્મને કરણ જાહર સાથે અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કરી છે અને એના દિગ્દર્શક છે ભાનુ પ્રતાપ સિંહ.