સારા માણસ તરીકેનો અભિનય કરવો સરળ છે પણ સારી વ્યક્તિની છાપ ધરાવતા કલાકારને જો વિલન બનાવવામાં આવે તો એણે પોતાની ઇમેજ કરતા વિરૂદ્ધ પ્રકારની ભૂમિકા કરવા કેટલી મહેનત કરવી પડે એ તો જિતેન્દ્ર ઠક્કર જેવો કલાકાર જ કહી શકે.

ગુજરાતી ફિલ્મોમાં મોટા ભાગે સીધી અને સરળ સ્વભાવની વ્યક્તિની ભૂમિકા ભજવનાર કલાકાર તરીકે જાણીતા જિતેન્દ્ર ઠક્કરે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ટીચર ઑફ ધ યરમાં તેમની ઇમેજ કરતા અલગ વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મ જોવા ગયેલા દર્શકોએ જ્યારે તેમનો ગેટઅપ અને નેગેટિવ કેરેક્ટર કરતા જોઈ આંચકો પામી ગયા. ફિલ્મ જોયા બાદ એવું લાગી રહ્યું હતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવા વિલનનો ઉદય થઈ રહ્યો છે. એટલું જ નહીં, જિતેન્દ્ર ઠકાકરના મિત્રો પણ કહી રહ્યા હતા કે જીતુને હવે વિલનની જ ઑફરો આવે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here