ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન ધરાવનાર હરેશ પટેલે બૉલિવુડમાં પણ ખાસ્સું એવું કાઠું કાઢ્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી નિર્માતા હરેશ પટેલ અને પ્રણય ચોક્સીની હિન્દી ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ્સને ફિલ્મ ક્રિટિક્સે બિરદાવી હતી તો દર્શકોને પણ એ ઘણી પસંદ પડી. ફિલ્મની સફળતાની ઉજવણી કંઇક અલગ રીતે કરવાનું નક્કી કર્યું હોવાથી ધ તાશ્કંદ ફાઇલ્સના કલાકારો શ્વેતા બસુ પ્રસાદ, પલ્લવી જોશી ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને ખાસ વડોદરા આમંત્રવામાં આવ્યા હતા.
ફિલ્મના કલાકાર-કસબીઓ સાથે દર્શકોએ પણ ફિલ્મની મજા માણી હતી. ફિલ્મ ધીરી પણ મક્કમ ગતિએ બોક્સ ઑફિસ પર પોતાની પકડ જમાવી રહી છે. અને એટલે જ ત્રીજા અઠવાડિયે ફિલ્મને બીજા 300 સ્ક્રીન્સ મળ્યા છે. ફિલ્મે અત્યાર સુધીમાં દસ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.