સોમવારે લોકસભાની ચૂંટણીના થયેલા મતદાનમાં બૉલિવુડના સિતારાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેખાથી લઈ પ્રિયંકા ચોપરા, કંગના રનૌત અને અમિતાભ બચ્ચનથી લઈ અજય દેવગણ સુધીના સિતારાઓએ તેમના નજદિકના પોલિંગ બુથ પર જઈ મતદાનની ફરજ અદા કરી હતી.

અનુષ્કા શર્માએ મુંબઈના અંધેરીમાં આવેલા વર્સોવા ખાતેના પોલિંગ બુથ પર મતદાન કર્યું હતું. આ બુથને સખી નામ અપાયું હતું કારણ એ પૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન કેન્દ્ર હતું. અહીં મત આપીને બહાર આવેલી અનુષ્કાને કોકમના સરબતની સાથે સેનિટરી નેપકિનનું પેકેટ આપવામાં આવ્યું હતું.

જ્યારે રાજકારણ વિશે મોકળા મને વક્તવ્ય આપતી કંગના રનૌતે મત આપીને આવ્યા બાદ કોંગ્રેસ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, આજે દેશ ખરા અર્થમાં ઇટાલિયન સરકારથી આઝાદ થયો છે. એ સાથે એણે ઉમેર્યું હતું કે મતદાનમાં દેશને બદલવાની તાકાત છે અને એ આપણે જાણવી જરૂરી છે.

તો કરીના કપૂર એના પુત્ર તૈમુર સાથે મત આપવા આવી હતી. મમાની આંગળી પકડી ચાલી રહેલા તૈમુરનો પગ અચાનક લપસી પડ્યો હતો. જોકે કરીનાએ તુરંત એને ઉંચકી લીધો હતો.

લોકસભાની થઈ રહેલી ચૂંટણીમાં મત આપવા બૉલિવુડના દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચન સહપરિવાર વ્યા હતા. ઉપરાંત અજય દેવગણ, માધુરી દીક્ષિત, દિયા મિર્ઝા, શંકર મહાદેવન, મલઇકા અરોરા, ટાઇગર શ્રોફ, સંજય દત્ત, વરૂણ ધવન તથા આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here