ઑસ્કાર નોમિનેટેડ દિગ્દર્શક જૉન સિંગલટનનું સોમવારે 51 વરસની વયે અવસાન થયું હતું. તેઓ 51 વરસના હતા. જૉન સિંગલટનના કુટુંબીજનોએ જણાવ્યું હતું કે તેમની લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ હટાવ્યા બાદ તુરંત જૉનનું અવસાન થયું હતું. 1991માં આવેલી બૉય્ઝ ઍન્ડ ધ હૂડ ફિલ્મથી નિર્માતા-દિગ્દર્શક બનેલા જૉન સિંગલટનને એની પહેલી ફિલ્મમાં જ બેસ્ટ ડિરેક્ટર માટેનું ઑસ્કાર નોમિનેશન મળ્યું હતું.

જૉનને 21 એપ્રિલે સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે ડૉક્ટરનું કહેવું હતું કે આ હળવો ઍટેક છે. પરંતુ હવે તેમના અવસાનના સમાચાર આવ્યા છે.

6 જાન્યુઆરી 1968માં લૉસ એન્જલિસમાં જન્મેલા સિંગલટનને કૉમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કરવું હતું પણ ફિલ્મો પ્રત્યેના લગાવને કારણે ફિલ્મિક રાઇટિંગ પ્રોગ્રામના કોર્સ માટે નામ નોંધાવ્યું. 1990ના દાયકામાં આફ્રિકી-અમેરિકી દિગ્દર્શકોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા હતા. માત્ર 21 વરસની ઉંમરે તેમણે નિર્માતા-દિગ્દર્શક તરીકે પહંલી ફિલ્મ બૉય્ઝ ઍન્ડ ધ હૂડ બનાવી હતી જેને ઑસ્કારમાં બેસ્ટ ડિરેક્ટરનું નોમિનેશન મળ્યું હતું.

ત્યાર બાદ જૉન સિંગલટને પોએટિક જસ્ટીસ (1993), પાયર લર્નિંગ (1995), બૅબી બૉય (2001) બનાવી હતી. ઉપરાંત રોઝવુડ (1997), ઉપરાંત શાફ્ટ (2000), 2 ફાસ્ટ 2 ફ્યુરિયસ (2003), ફોર બ્રધર્સ (2005) જેવી ઍક્શન ફિલ્મો પણ બનાવી હતી. તેમણે ટેલિવિઝ પર ક્રાઇમ ડ્રામા સ્નોફોલનું પણ સહનિર્માણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here