જાણીતા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ULLU એક ઓર વેબ સિરીઝ હલાલા લઈને આવી રહ્યું છે. હલાલા મુસ્લિમ સમાજમાં તીન તલાક બાદ તલાકશુદા મહિલાઓની હાલત અંગે બનાવાયેલી હૃદયસ્પર્શી સિરીઝ છે. હલાલા ULLUના સર્વેસર્વા નિર્માતા-બિઝનેસમૅન એમજે વિભુ અગ્રવાલ દ્વારા પ્રસ્તુત અને ફાલ્ગુની શાહના ડ્રીમ ઇમેજના સહયોગમાં બનાવવામાં આવી છે. સિરીઝના દિગ્દર્શક છે દીપક પાંડે.
ટીવી સિરિયલ શુભાન અલ્લાહની સફળતા અને ફિર ઉસી મોડ પર, કોડ બ્લુ ઉપરાંત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત ફિલ્મો અને વેબ સિરીઝ બનાવ્યા બાદ નિર્માતા હલાલા લઈને આવી રહ્યા છે.
ત્રણ તલાક બાદ કોઈ પણ મહિલાને હરામ ઘોષિત કરાય છે. ત્યાર બાદ એ તુરંત અન્ય પુરૂષ સાથે લગ્ન કરી એને પોતાનો પતિ બનાવી શકતી નથી. એટલું જ નહીં, ઇસ્લામિક કાનૂન મુજબ, જો તલાકશુદા મહિલાએ એના પહેલા પતિ પાસે પાછા ફરવું હોય તો પહેલા અન્ય પુરૂષ સાથે શાદી કરી સહજીવન માણવું પડે છે. આ ક્રુર રિવાજને નિભાવ્યા વગર તલાકશુદા મહિલા એના પહેલા પતિ પાસે ફરી શકતી નથી.
ULLU દ્વારા નિર્મિત હલાલામાં લોકપ્રિય ટીવી સિરિયલ દિયા ઔર બાતી હમની જાણીતી અભિનેત્રી દીપિકા સિંહ, જોધા અકબરમાં કામ કરી ચુકેલા રવિ ભાટિયા, ચીડિયાઘરમાં નજરે પડનારી શફાક નાઝ, મોહ મોહ કે ધાગે ફેમ એજાઝ ખાન મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે જાણીતી અભિનેત્રી અને ડાન્સર નીલિમા અઝીમ આ સિરીઝમાં માતા શફાકનું પાત્ર ભજવી રહી છે. નીલિમા સીરિઝનું લીડ કેરેક્ટર છે જ્યારે એજાઝ અને રવિ એના પતિની ભૂમિકામાં નજરે પડશે. તો દીપિકા વકીલ બની છે.