અમિત રાય દિગ્દર્શિત, અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ઓહ માય ગૉડ-2 દર્શકોએ વધાવી લીધી. હવે જાણવા મળ્યું છે કે ઓહ માય ગૉડ-2ની સફળતા બાદ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક અમિત રાય એક અનોખી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે ઓહ માય ડૉગ.
ફિલ્મનું નામ જોઈને જ અંદાજો આવી જાય છે કે ફિલ્મના કેન્દ્રમાં બાળકો અને શ્વાન હશે. જાણવા મળ્યા મુજબ ફિલ્મમાં નવા કલાકારો હશે અને આ રિયાલિસ્ટિક ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂરૂં થયું છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી કેમિયો કરે શક્યતા છે.
ઓહ માય ડૉગ ઉપરાતં અમિત રાય ઓહ માય ગૉડ-3 પર પણ કામ કરી રહ્યા છે. તો અમિત રાય એક ઐતિહાસિક ફિલ્મ બનાવવાની પણ યોજના ધરાવે છે.