ગયા વરસે રિલીઝ થયેલી ક્રિમિનલ જસ્ટીસના માધવ મિશ્રાના પાત્રને હજુ દર્શકો ભૂલ્યા નહીં હોય. સીધોસાદો લાગતો ઍડવોકેટ માધવ મિશ્રા એક જટિલ કેસ જીતી જાય છે. હવે ફરી પંકજ ત્રિપાઠી ઍડવોકેટ માધવ મિશ્રાના પાત્ર દ્વારા દર્શકોના મનોરંજન માટે આવી રહ્યો છે.

ડિઝની સ્ટાર પ્લસ હૉટસ્ટારે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે જેના પરથી ખ્યાલ આવે છે કે ક્રિમિનલ જસ્ટીસ વેબ સિરીઝનો બીજો પાર્ટ ટૂંક સમયમાં આવી રહ્યો છે. પંકજ ત્રિપાઠીએ આ વિડિયો દ્વારા અપીલ કરી છે અને બીજી સીઝનના એના લૂકનો ખુલાસો પણ કર્યો છે. ક્રિમિનલ જસ્ટિસની બીજી સીઝનનું ટાઇટલ છે ક્રિમિનલ જસ્ટીસ : બિહાઇન્ડ ક્લૉઝ્ડ ડોર્સ છે.

પંકજ ત્રિપાઠીએ વિડિયોમાં જણાવ્યું છે કે, મારા મનપસંદ પાત્ર – માધવ મિશ્રા તરીકે પાછો આવી રહ્યો છું. ઘણો આનંદ થઈ રહ્યો છે. અત્યારે વધુ કંઈ નહીં કહું, પણ વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. જોકે એવી ચર્ચા થઈ રહી છે કે ક્રિમિનલ જસ્ટીસનો બીજો ભાગ વધુ રોચક હશે. પંકજ ત્રિપાઠીનું પાત્ર પણ એના નવા અને મોટા કેસથી ચોંકાવી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here