2024માં, તમે ‘મિર્ઝાપુર 3’, ‘સિટાડેલ: હની બન્ની’, ‘મામલા લીગલ હૈ’ થી લઈને ‘પંચાયત 3’ જેવી ધમાકેદાર વેબ સિરીઝ જોઈ. મોસ્ટ અવેઇટેડ ‘સ્ક્વિડ ગેમ્સ સિઝન 2’ પણ સ્ટ્રીમ થવાની છે. પરંતુ વર્ષ 2025 વધુ અદ્ભુત હશે કારણ, એક સે બઢકર એક સિરીઝ આ વરસે જોવા મળશે.
2025ની શરૂઆત ધમાકેદાર હશે કારણ કે ‘પાતાલ લોક સીઝન 2′ પ્રથમ મહિનાના ત્રીજા સપ્તાહમાં એટલે કે 17 જાન્યુઆરીએ પ્રીમિયર થશે. તે જ સમયે, મનોજ બાજપેયીની ‘ફેમિલી મેન સીઝન 3′ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ તો બે સિરીઝની વાત થઈ પણ 2025માં દસ વિસ્ફોટક વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે. ચાલો જોઇએ નવા વરસમાં કઈ સિરીઝ સ્ટ્રીમ થવાની છે.
‘ડબ્બા કાર્ટેલ’
‘ડબ્બા કાર્ટેલ’ નેટફ્લિક્સ પર આવી રહેલી ડ્રામા-થ્રિલર શ્રેણી છે. સિરીઝના કલાકારો છે શાલિની પાંડે, શબાના આઝમી, આકાશદીપ સિંહ, જ્યોતિકા, જિશુ સેનગુપ્તા અને ગજરાજ રાવ. આમાં 5 ગૃહિણીઓની વાર્તા જોવા મળશે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટની હિતેશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત સિરીઝના નિર્માતા છે ફરહાન અખ્તર.
‘બેન્ડવાલે’
‘બેન્ડવાલે’ 2025માં પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. આમાં શાલિની પાંડે, શશિ કપૂરનો પૌત્ર ઝહાન કપૂર, સ્વાનંદ કિરકિરે, સંજના દીપુ, આશિષ વિદ્યાર્થી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સિરીઝનું દિગ્દર્શન અનુપમ કુમારે કર્યું છે. સિરીઝની વાર્તા મરિયમની આસપાસ વણાયેલી છે. જે કવિતાઓ લખે છે. અને તે એવા શહેરમાં ફસાઈ ગઈ છે જ્યાં છોકરીઓનું ભવિષ્ય માત્ર લગ્ન પૂરતું જ સીમિત છે. પછી તે તેના બેન્ડ સાથે તેની કવિતાઓ ઇન્ટરનેટ પર અપલોડ કરે છે અને લોકોની વિચારસરણી બદલવાનો પ્રયાસ કરે છે.
‘ધ ટ્રાયલ સીઝન 2’
પ્રથમ સિઝન પછી, ‘ધ ટ્રાયલ સીઝન 2’ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર પ્રસારિત થશે. કાજોલ લીડ રોલમાં હશે. સુપર્ણ વર્મા દ્વારા નિર્દેશિત સિરીઝ ફેમિલી અને કોર્ટરૂમ ડ્રામા પર આધારિત હશે.
‘સ્ટારડમ’
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત ‘સ્ટારડમ’ પણ 2025માં નેટફ્લિક્સ પર પ્રસારિત થશે. તેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, બાદશાહ અને બૉબી દેઓલ જોવા મળશે. ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી વસ્તુઓ સીરિઝમાં જોવા મળશે.
‘પ્રિતમ પેડ્રો’
‘પ્રિતમ પેડ્રો’ એ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર સ્ટ્રીમ થતી ક્રાઈમ-થ્રિલર સિરીઝ છે. તેમાં અરશદ વારસી અને વિક્રાંત મેસી જોવા મળશે. આ સિરીઝથી રાજકુમાર હિરાની OTT ડેબ્યૂ કરી રહ્યા છે. આમાં અરશદ વારસી પોલીસ ઑફિસરની ભૂમિકામાં છે.
‘મટકા કિંગ’
વિજય વર્માની ‘મટકા કિંગ’ પણ 2025માં પ્રાઇમ વીડિયો પર પ્રસારિત થશે. સિરીઝમાં કૃતિકા કામરા, સઈ તામ્હણકર અને ગુલશન ગ્રોવર પણ જોવા મળશે. નાગરાજ મંજુલે દિગ્દર્શિત સિરીઝના નિર્માતા છે રૉય કપૂર. સિરીઝની વાર્તા મુંબઈના કપાસના વેપારીની આસપાસ આધારિત છે. જે મટકા નામની જુગારની રમત શરૂ કરે છે.
‘બ્લડ યુનિવર્સઃ ધ બ્લડી કિંગડમ’
રાજ અને ડીકેની ‘રક્ત બ્રહ્માંડ : ધ બ્લડી કિંગડમ’ પણ 2025માં નેટફ્લિક્સ પર આવશે. સિરીઝમાં આદિત્ય રૉય કપૂર, સામંથા રૂથ પ્રભુ, અલી ફઝલ અને વામિકા ગબ્બી છે. રાહી તુમ્બાડના દિગ્દર્શન માટે જાણીતા અનિલ બર્વે સિરીઝનું દિગ્દર્શન કર્યું છે.
‘ધ ફૅમિલી મેન 3’
રાજ અને ડીકે દ્વારા દિગ્દર્શિત મનોજ બાજપેયીની ‘ધ ફૅમિલી મેન 3’ પણ 2025માં દિવાળીના અવસર પર પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. પ્રિયમણી, આશ્લેષા ઠાકુર અને શારીબ હાશ્મી ઉપરાંત જયદીપ અહલાવત પણ એમાં જોવા મળશે.
‘બ્લેક વૉરંટ’
શશી કપૂરની પૌત્રી જહાં કપૂર ‘બ્લેક વોરંટ’થી OTT ડેબ્યૂ કરવા જઈ રહી છે. સિરીઝનું દિગ્દર્શન વિક્રમાદિત્ય મોટવાણીએ કર્યું છે. સિરીઝમાં હીરો દિલ્હીની તિહાર જેલના જેલરની ભૂમિકામાં જોવા મળશે. બ્લૅક વૉરંટ 2019માં સુનિલ ગુપ્તા અને સુનેત્રા ચૌધરી દ્વારા લખાયેલ પુસ્તક ‘બ્લેક વોરંટઃ કન્ફેશન્સ ઓફ એ તિહાર જેલર’ પર આધારિત છે. જે 10 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.