લેખક-દિગ્દર્શક સમીર એક એવી શોર્ટ ફિલ્મ લઈને આવ્યા છે જે માત્ર દર્શકોને જ નહીંપણ ધાર્મિક ગુરુઓ અને બુદ્ધિજીવીઓને પણ વિચારતા કરી મુકે એવી છે. પ્રસ્તુત છે લેખક-દિગ્દર્શક સમીર પટેલ સાથેની મુલાકાતના અંશ.
તમારી ફિલ્મ મિલેંગે જન્નત મેં હાલ ફેસ્ટિવલ સર્કિટમાં છે, તો એ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે?
વિશ્વના તમામ અગ્રણી ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરતા ઓછામાં ઓછા 7-8 મહિના થશે. ત્યાર બાદ દર્શકો માટે ફિલ્મ ઓટીટી પર ઉપલબ્ધ થશે.
ફિલ્મનો વિષય ઘણો અલગ છે, શું તમને લાગે છે કે એને કારણે વિવાદ સર્જાઈ શકે છે?
વાત સાચી છે કે ફિલ્મનો વષય અલગ પ્રકારનો છે અને વિચારોત્તેજક ફિલ્મ છે, પણ વિવાદાસ્પદ નથી. જોકે આજકાલ કોઈ પણ મુદ્દો ઊભો કરી વિવાદ કરી શકે છે. આ ફિલ્મ એક એવી છોકરીની હૃદયસ્પર્શી વાત છે જે જીવન અને મૃત્યુનો ગૂઢાર્થ સમજવાનો પ્રયાસ કરે છે. અમારી ફિલ્મમાં મુખ્ય કલાકાર છે બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર બ્રજેન્દ્ર કાલા.
વાત સાચી છે. મારી કરિયરની શરૂઆત થિયેટરથી કરી છે. તયાર બાદ લેખક તરીકે ટીવી, ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ જે એમએક્સ પ્લેયર, એપલ ટીવી પર યોર્સ ટ્રુલી રૂપાની, એપલ ટીવી પર જ દર્શાવાઈ રહેલી શોર્ટ ફિલ્મ પીએફએ લવ મૉમ એન્ડ ડૅડ, ફીચર ફિલ્મ હોટેલ બ્યૂટિફુલ – જે કેનેડામાં રિલીઝ થઈ છે અને એને સમીક્ષકોએ 3.5થી 5 સ્ટાર આપ્યા છે.
એક અભિનેતા તરીકે મેં જે માધ્યમમાં સૌથી વધુ આનંદ માણ્યો છે એ થિયેટર છે. કારણ, એ અભિનેતાનું માધ્યમ છે. તો નિર્માતા તરીકે ફીચર ફિલ્મ, કારણ એ દિગ્દર્શકનું માધ્યમ છે.
લેખક અને નિર્માતા તરીકે તમે કૉમેડી જૉનરમાં ઘણું કામ કર્યું છે અને હવે લાગણીપ્રધાન ફિલ્મો કરી રહ્યા છો. આવી જ એક પીએફએ લવ સૉમ એન્ડ ડૅડ ફિલ્મે તમને આગવી ઓળખ અપાવવાની સાથે અનેક અવૉર્ડ પણ અપાવ્યા. શું આ તમારી ઇમેજ બદલવાનો એક પ્રયાસ છે?
હું અહીં એક વાત કહીશ કે હૉરરને બાદ કરતા ફિલ્મ નિર્માણની તમામ શૈલીમાં માહેર છું. એક સ્વતંત્ર ફિલ્મ નિર્માતા તરીકે તમારી પાસે કેટલું બજેટ છે એના આધારે ફિલ્મનો વિષય નક્કી થતો હોય છે. પીએફએ – લવ મૉમ એન્ડ ડૅડ પહેલા બધા એવું જ માનતા હતા કે હું કૉમેડી ફિલ્મો સારી બનાવી શકું છું. પણ પીએફએ ફિલ્મને કારણે તેમની દૃષ્ટી બદલાઈ ગઈ. ટૂંક સમયમાં એક ધમાકેદાર કૉમેડી થ્રિલર બનાવવી છે.
એક સ્વતંત્ર ફિલ્મ નિર્માતા તરીકે ફિલ્મ તૈયાર કરવામાં ક્યા પડકારોનો સામનો કરવો પડે છે?
મુખ્ય પડકાર એ છે કે તમારી ફિલ્મ ભલે શાનગાર હોય, તમારી સ્ક્રિપ્ટ ભલે ગમે તેટલી સારી કેમ ન હોય, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્ટાર આધારિત છે. પરંતુ હવે આ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અને આશા છે કે ટૂંક સમયમાં ફિલ્મનું કન્ટેટન્ટ જ હીરો હશે અને દર્શકો સ્ટાર જોવા નહીં પણ સ્ટોરી માટે આવશે.