અત્યારે દુનિયાભરના તમામ સમુદાયોમાં આબોહવામાં પરિવર્તન, જંગલોનો નાશ અને કાર્બનનાં ઉત્સર્જન પર ચર્ચા ચાલી રહી છે. 28 જુલાઈના રોજ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પર આપણા અદ્ભૂત ગ્રહ અંગે વધારે જાણકારી મેળવો – નેટફ્લિક્સની વિવિધ ડોક્યુમેન્ટરી મારફતે. એમાં પ્રકૃતિના ચમત્કારો વિશે નવો દ્રષ્ટિકોણ પ્રસ્તુત થયો છે અને આપણે પ્રકૃતિનું શા માટે જતન કરવું જોઈએ એના વિશે આ ડોક્યુમેન્ટરીઓ સમજાવશે, જેમાં તમે દરિયાના તળિયા સુધીની જાણકારી મેળવશો અને હરિયાળા દ્રશ્યોનો આનંદ મેળવશો.
અવર પ્લેનેટ
આ પથપ્રદર્શક એમ્મી એવોર્ડવિજેતા ડોક્યુમેન્ટરી સીરિઝ આઠ ભાગમાં છે, જેમાં સર ડેવિડ એટનબરોએ આપ્યો છે. ચાર વર્ષના ગાળામાં આ ફિલ્મનું શૂટિંગ દુનિયાના 50 દેશોમાં થયું છે, જેમાં નિવાસસ્થાનોની વિવિધતા રજૂ થઈ છે.
નાઇટ ઓન અર્થ
પ્રકૃતિની શ્રેષ્ઠ સુંદરતા અને થર્મલ ઇમેજિંગ, નાઇટ-વિઝન ગોગલ્સ, ઇન્ફ્રારેડ લાઇટ વગેરે જેવી ટેકનોલોજીના સમન્વય સાથે આ નવીન સીરિઝ તમને દર્શાવે છે કે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે, ત્યારે જંગલમાં શું થાય છે.
અ લાઇફ ઓન અવર પ્લેનેટ
સર ડેવિડ એટનબરોએ તેમના 93 વર્ષના જીવનમાં જેટલી પૃથ્વીને જોયો છે એટલો કોઈએ જોયો નથી. આ ડોક્યુમેન્ટરી પૃથ્વી પર માનવજાતની અસર પર પ્રામાણિક અને અસરકારક દ્રષ્ટિકોણ રજૂ કરે છે.
ચેઝિંગ કોરલ
આ ડોક્યુમેન્ટરી વર્ષ 2017માં રીલિઝ થઈ હતી, જેમાં વૈજ્ઞાનિકો, ડાઇવર્સ અને ફોટોગ્રાફર્સની એક ટીમે પરવાળાના ખડકો પર પ્રદૂષણની અસરનો અભ્યાસ કર્યો છે. આબોહવામાં પરિવર્તનથી પરવાળાના ખડકો પર કેવી અસર થઈ છે એ દર્શાવે છે, જે લુપ્ત થવાની નજીક છે.
બ્રેકિંગ બાઉન્ડરીઝ: ધ સાયન્સ ઓફ અવર પ્લેનેટ
આ ડોક્યુમેન્ટરી ચોંકાવે છે, કારણ કે એમાં પૃથ્વી પર જૈવવિવિધતાના નાજુક સંતુલન પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. એમાં નાનાં પગલાં પર નિષ્ણાતો જાણકારી પણ આપે છે, જેથી આપણે પૃથ્વી માટે નાનો પ્રયાસ કરી શકીએ.
માય ઓક્ટોપસ ટીચર
બેસ્ટ ડોક્યુમેન્ટરી (ફીચર) માટે આ એકેડેમી એવોર્ડવિજેતા ફિલ્મ નિર્માતા અને ઓક્ટોપસ વચ્ચેના જોડાણને દર્શાવે છે. એમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે મિત્રતાને દર્શાવવામાં આવી છે અને તેઓ એકબીજામાંથી કેવી રીતે શીખી શકે એના પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.