ધ કેરળ સ્ટોરીના ટીઝર રિલીઝની સાથે ફિલ્મની જાહેરાત
બોક્સ ઓફિસ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા છેડાઈ છે. દેશભરના યુઝર્સ અલગ-અલગ ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ મુદ્દાઓ પર પણ ફિલ્મ બનવી જોઈએ. દરમિયાન વિખ્યાત ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે તેમની આગામી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની જાહેરાત કરી છે.
ધ કેરળ સ્ટોરીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જે કેરળમાં હજારો મહિલાઓ પર થયેલાં અત્યાચારની વાત રજૂ કરશે હકીકતમાં, કેરળમાં 32 હજારથી વધુ મહિલાઓની માનવ તસ્કરી કરીને આતંકવાદી સંગઠન ISISને વેચવામાં આવી હતી. વિડિયો ડિજિટલ ટાઈમિંગથી શરૂ થાય છે અને મધ્યરાત્રિના 12 વાગ્યે સમાપ્ત થાય છે. આગળ લખાણ આવે છે, ‘જો તમારી દીકરી અડધી રાત સુધી ઘરે નહીં પાછી ન આવે તો તમને કેવું લાગશે? કેરળમાં હજારો છોકરીઓ ગુમ થઈ ગઈ છે અને છેલ્લા 12 વર્ષમાં ક્યારેય ઘરે પાછી ફરી નથી.
વિપુલ અમૃતલાલ શાહ કેરળની ક્રૂરતાની વાર્તા, ધ કેરળ સ્ટોરીને મોટા પડદા પર લાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં કેરળની એવી કાળી બાજુ જોવા મળશે, જેની અત્યાર સુધી બહુ ચર્ચા થઈ નથી.
નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે કહ્યું, ‘આ વાર્તા માનવીય દુર્ઘટના વિશે છે, જે તમને હચમચાવી દેશે. જ્યારે સુદીપ્તો મારી પાસે આવ્યા અને મને તેમના 3-4 વર્ષથી વધુના સંશોધન વિશે જણાવ્યું, ત્યારે હકિકતમાં રડી પડ્યો. એ સાથે મેં આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. મને ખુશી છે કે અમે હવે ફિલ્મ સાથે આગળ વધી રહ્યા છીએ અને અમે ઘટનાઓની ખૂબ જ વાસ્તવિક, ન્યાયી અને સત્ય ઘટનાત્મક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ.’
ફિલ્મના લેખક અને દિગ્દર્શક સુદીપ્તો સેને સોશિયલ મીડિયા પર જણાવ્યું, “તાજેતરમાં કરાયેલી તપાસ મુજબ, 2009 થી કેરળ અને મેંગલોરની લગભગ 32,000 હિન્દુ અને ખ્રિસ્તી સમુદાયની છોકરીઓ ધર્મ પરિવર્તન કરી ઇસ્લામ સ્વીકાર્યો હતો. અને તેમાંથી મોટાભાગની સીરિયા, અફઘાનિસ્તાનમાં છે. અને અન્ય ISISમાં જોડાઈ છે. આ તથ્યોને સ્વીકારવા છતાં, સરકાર ISIS પ્રભાવિત જૂથોની આગેવાની હેઠળના આવા મોટા આંતરરાષ્ટ્રીય કાવતરાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી નથી.
આ ફિલ્મ પર રિસર્ચ કર્યા પછી સુદીપ્તોને ખબર પડી કે અપહરણ અને હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા ગુમ થયેલી કેટલીક છોકરીઓ અફઘાનિસ્તાન અને સીરિયાની જેલોમાં મળી આવી હતી. આમાંની મોટાભાગની છોકરીઓના લગ્ન ISISના આતંકવાદીઓ સાથે કરવામાં આવ્યા હતા અને તેમને એક રીતે સેક્સ સ્લેવ (ગુલામ) બનાવવામાં આવી હતી.