વૈભવ વર્માના દિગ્દર્શનમાં બની રહેલી કઝિન ઈશામાં લીડ રોલની જવાબદારી વિક્રાંત રાયની પસંદગી કરવામાં આવી છે. વિક્રાંતે આ અગાઉ કાવ્યાંજલિ, ઘર કી લક્ષ્મી બેટિયાં, દો સો કરોડ કી બોતલ જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કરી દર્શકોની ચાહના મેળવી છે. વિક્રાંતની ઉવા અને ભૌરીની ભૂમિકા પણ ઘણી વખણાઈ હતી.
શ્રેષ્ઠ પ્રોડક્શન્સ બંનરની પહેલી હિન્દી રોમાન્ટિક ફિલ્મ કઝિન ઈશા માટે અનેક કલાકારોનામો પર વિચારણા કર્યા બાદ વિક્રાંતની પસંદગી કરવામાં આવી.
અગાઉ સિક્રેટ સુપરસ્ટાર, બાલા અને રાજમા ચાવલ ફિલ્મમાં સહાયક તરીકે કામ કરી ચુકેલા વૈભવ વર્માની સ્વતંત્ર દિગ્દર્શક તરીકે કઝિન ઈશા બીજી ફિલ્મ છે. આ અગાઉ તેમણે તત્ક્ષણ બનાવી હતી જે ટૂંક સમયમાં રિલીઝ થશે.