દેશભક્તિ પર ફિલ્મો બનાવવા માટે વિખ્યાત બૉલિવુડના નિર્માતા-દિગ્દર્શક મનોજ કુમાર (હરિકિશન ગોસ્વામી)ની 87મા જન્મદિવસ (24-7-24)ની ઉજવણીના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મહાનુભાવોની સાથે મનોજ કુમારના ચાહકો અને પત્રકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે કે કાપી મનોજ કુમારના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત દીપક દેસાઈ દીપક દ્વારા લિખિત ભારત પુત્ર મનોજ કુમાર પુસ્તકના મુખપૃષ્ઠનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તો જાણીતા કૉમેડિયન અને લાફ્ટર ચેલેન્જ વિજેતા સુનીલ પાલ, એસીપી સંજય પાટીલ મનોજ કુમાર પર ફિલ્માવાયેલાં લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે દીપક દેસાઈએ જણાવ્યું કે, મનોજ કુમારની જીવની પર આધારિત પુસ્તક પ્રેસમાં છે. અમારી યોજના મનોજ કુમારના જન્મદિવસે જ પુસ્તક લૉન્ચ કરવાની હતી પરંતુ ટેક્નિકલ કારણોસર વિલંબ થયો એટલે આજે અમે પુસ્તકના મુખપૃષ્ઠનું અનાવરણ કર્યુ. જોકે ટૂંક સમયમાં એક ભવ્ય કાર્યક્રમમાં પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે.
પુસ્તકના મુખપૃષ્ઠના અનાવરણની સાથે દીપક દેસાઈ દ્વારા લિખિત ગીત યાદોં કે ગુબ્બારેનું મ્યુઝિક આલ્બમ તૈયાર કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સાન મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રસ્તુત અને રાયન આર્ટ્સ દ્વારા નિર્મિત સિંગલનું દિગ્દર્શન ઉદય મોહિત. આ રોમાન્ટિક મ્યુઝિક આલ્બમના કાર્યકારી નિર્માતા છે અબ્દુલ કદીર. મૉડેલ કશિશ ખંડેલવાલ આલ્બમમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.