આશિકી ફિલ્મનાં મૈં દુનિયા ભૂલા દૂંગા…, બસ એક સનમ ચાહિયે…, નઝર કે સામને…, ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના જેવાં ગીતો ગાઈ લોકપ્રિયતાની શિખરે પહોંચેલા કુમાર શાનુ જે એક જ દિવસમાં સૌથી વધુ ગીતો ગાવાનો ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે એણે તાજેતરમાં હૉરર કૉમેડી ફિલ્મનું રોમાન્ટિક ગીત રેકોર્ડ કર્યું હતું. મજાની વાત એ છે કે હૉરર ફિલ્મના ગીતના રેકોર્ડિંગ માટે આવેલા કુમાર શાનુએ પહેરેલા બ્લેક કલરના ટી-શર્ટ પરની ખોપડી સૌનુ ધ્યાન ખેંચી રહી હતી.

શબ્બીર અહમદે લખેલાં રોમાન્ટિક સોંગને પૂનમ ઠક્કર અને સુરેશ રાહેજાએ સ્વરબદ્ધ કર્યું હતું. વન એન્ટરટેઇન્મેન્ટ અને પ્રાચી મૂવીઝ બેનર હેઠળ બની રહેલી ફિલ્મના નિર્માતા છે કમલ કિશોર શર્મા અને દિગ્દર્શન કરી રહ્યા છે મનોજ શર્મા. ફિલ્મનું ૬૫ ટકા શૂટિંગ પૂરૂં થયું છે જ્યારે બાકીનો હિસ્સો લખનઊ ખાતે ફિલ્માવવામાં આવશે.

એપ્રિલ ૨૦૨૦માં રિલીઝ થનારી ફિલ્મના કલાકારો છે ધર્મેન્દ્ર, મધુ, રજનીશ દુગ્ગલ, કાયનાત અરોરા, રોહન મેહરા, વિજય રાજ, રાજપાલ યાદવ, હેમંત પાંડે, યાસ્મીન ખાન, અસરાની અને એકતા જૈન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here