Table of Contents
વસુંધરા દીવાન એક સફળ બિઝનેસ વુમન છે જે પતિ શ્રીકાંત દીવાન સાથે રહેતી હતી. શ્રીકાંતની તેમનાં અંગત અને ધંધાદારી જીવનમાં કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા નહોતી. તેમની દીકરી માનસીએ માતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા બાદ અલગ રહેવા લાગી હતી. જ્યારે દીકરો મનન વિદેશમાં ભણીને ભારત આવ્યો હતો. વસુંધરા દીવાન દીકરાને જામખંભાળિયા સ્થિત પાવર પ્લાન્ટની સંભાળ માટે મોકલે છે.
દરમિયાન, વસુંધરા દીવાને તેમના દીકરા માટે એક મોટા ઉદ્યોગપતિની દીકરી શાયના પર પસંદગી ઉતારી હતી. વસુંધરા દીવાન તેમના દીકરાની સગાઈ શાયના સાથે કરવા માટે એક મોટી પાર્ટીનું આયોજન કરવાની યોજના બનાવી. દરમિયાન માનસીને પાર્ટીનું આમંત્રણ આપવું કે નહીં એ વાતે ઝઘડો કરી રહ્યા હતા. આ વાત થઈ રહી હતી ત્યાં મનન જામખંભાળિયાથી પાછો ફરે છે અને બૉમ્બ ફોડ્યો. એણે કહ્યું કે ગામની એક સીધી સાદી યુવતી ભક્તિ સાથે લગ્ન કરી લીધાં છે. વસુંધરા દીવાને ભક્તિને રહેવાની તો રજા આપી. પણ ભક્તિ વિશેના જાણકારી મેળવે છે. અને આને કારણે સર્જાય છે જબરજસ્ત હાસ્ય અને ભ્રમની દુનિયા.
વસુંધરા દીવાનને જાણ થાય છે કે ભક્તિ બીજું કોઈ નહીં, પણ તેમના નોકર મનભાની દીકરી છે. ત્યારે તેઓ ભક્તિને મનનને છોડી જવા માટે પુષ્કળ પૈસા આપવાની ઑફર કરે છે. પરંતુ મનન એને પ્રેમ કરતો હોય છે અને ભક્તિને છોડવા તૈયાર નથી. ભક્તિ દિલથી સસરા શ્રીકાંત, નોકર મનુભા અને મનન સીથે મળી એવી પરિસ્થિતિ સર્જે છે કે વસુંધરા દીવાનને એની ગર્ભવતિ દીકરીને ફરી મળવું પડે છે.
ટૂંકમાં, એ છોકરી પુરવાર કરે છે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ તેમની સામાજિક સ્થિતિ અને શિક્ષણને આધારે નક્કી નથી થઈ શકતો. જિંદગી એવો પાઠ ભણાવે છે એ ઘણું અનુકરણીય છે. આ ક્લાઇમેક્સ દરમિયાન અમુક વાસ્તવિકતાઓ પરથી પરદો હટે છે અને વાર્તાને એક અનોખો વળાંક આપે છે. જ્યારે વસુંધરા દીવાન એક મુશ્કેલભરી સ્થિતિમાં મુકાય છે જ્યાં તેમણે તેમની માન્યતા અને વાસ્તવિકતા વચ્ચે પસંદગી કરવાની હતી.
તેજસ ગોહિલ પ્રસ્તુત, અમી કીર્તિભાઈ અજમેરા નિર્મિત, સંજય ઝા લિખિત અને જયદીપ શાહ દિગ્દર્શિત નાટક મિસ્ટર દીવાન વર્સસ મિસિસ દીવાન નાટકના કલાકારો છે હરિકૃષ્ણ દવે, સાંચી પેશવાની, પૂજા દમણિયા, સ્પંદન કુમાર, પુનીત મોદી, અક્ષત ગઢવી, ખુશ્બુ ભાનુશાળી, જિગ્નેશ સોની, રમેશ પરદેશી અને શરદ શર્મા.