ઉત્તર પ્રદેશના વારાણસીમાં મિર્ઝાપુર-3નું શૂટિંગ શરૂ

ત્રીજી સીઝનમાં સત્તા માટેની લડાઈ ઓર ભયાવહ થઈ શકે છે

અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ મિર્ઝાપુરની બંને સીઝને ધૂમ મચાવી હતી. બીજી સીઝન પૂરી થયા બાદ દર્શકો આતુરતાપૂર્વક ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. મિર્ઝાપુર સિરીઝના ચાહકો માટે ખુશખબરી છે કે એની ત્રીજી સીઝનનું શૂટિંગ ઉત્તર પ્રદેશના ચુનાર અને વારાણસીમાં થઈ રહ્યું છે. શૂટિંગ દરમિયાન ગુડ્ડુ ભૈયા એટલે કે અલી ફઝલ મિર્ઝાપુરની ગલીઓમાં શૂટ કરતા નજરે પડ્યા.

મિર્ઝાપુર-3ના શૂટિંગની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપ જોઇને અંદાજ લગાવી શકાય છે કે ત્રીજી સીઝનમાં સત્તા માટેની લડાઈ ઓર ભયાવહ થઈ શકે છે.

મિર્ઝાપુરની બીજી સીઝનમાં દર્શકોએ મિર્ઝાપુર પર દબદબો જાળવી રાખવા માટેની લડત હવે ગુડ્ડુ પંડિત વિરૂદ્ધ કાલી ભૈયા વચ્ચે શરૂ થઈ ચુકી છે. સત્તા અને ખૂની ખેલની આ લડાઈમાં હવે બદલાની ભાવના ઉમેરાઈ છે. આ લડાઈમાં કાલીન ભૈયાએ તેમને એકનો એક પુત્ર મુન્ના ગુમાવ્યો. હવે એવું મનાઈ રહ્યુ છે કે કાલીન ભૈયા દીકરાના મોતનો બદલો લેવા માટે મેદાનમાં પાછો ફરશે અને પહેલા કરતા પણ ભયાનક રૂપ જોવા મળશે.

જોકે મિર્ઝાપુર-3ની રિલીઝની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. સિરીઝનું શૂટિંગ હાલ ચાલી રહ્યું હોવાથી એવું મનાઈ રહ્યુ છે કે આવતા વરસના મધ્ય ભાગમાં સિરીઝ અમેઝોન પ્રાઇમ પર જોવા મળી શકે છે.

Exit mobile version