ઇન્ડિયન પોલીસ ફોર્સનું સ્ટ્રીમિંગ પાંચ જાન્યુઆરીથી અમેઝોન પ્રાઇમ પર થશે

રોહિત શેટ્ટી નિર્મિત-દિગ્દર્શિત ઍક્શન, થ્રિલ અને ડ્રામાથી ભરપુર વેબ સિરીઝની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

જેની આતુરતાપૂર્રોવક રાહ જોવાઈ રહી છે એ રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 5 જાઆરીથી અમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થવાની છે.

થોડા દિવસો પહેલાં જ ઇન્ડિયન પોલીસ ફોર્સ સિરીઝનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરની શરૂઆત થાય છે મુંબઈમાં બૉમ્બ ધડાકાઓથી. આ બૉમ્બ ધડાકાઓનો માસ્ટર માઇન્ડ કોણ છે એની તપાસ શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરૉયની ટીમ શરૂ કરે છે. જેથી શહેરને વધુ હુમલાથી બચાવી શકાય. ઍક્શન, થ્રિલ અને ડ્રામાથી ભરપુર વેબ સિરીઝની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ઍક્શનથી ભરપુર આ સિરીઝ ભારતીય પોલીસ અધિકારીઓની નિસ્વાર્થ સેવા અને પ્રખર દેશભક્તિને બિરદાવે છે.

રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બનેલી ઇન્ડિયન પોલીસ ફોર્સ પહેલી વેબ સિરીઝ છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ અધિકારીના અવતારમાં જોવા મળશે. તો એની સાથે શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરૉય, શ્વેતા તિવારી, નિકિતન ધીર, ઋતુરાજ સિંહ, મુકેશ રિશી, લલિત પરમુ જેવા કલાકારો પણ જોવા મળશે.

રોહિત શેટ્ટી નિર્મિત અને દિગ્દર્શિત આ પહેલી વેબ સિરીઝ છે. શેરશાહ ફિલ્મથી બૉલિવુડમાં સિક્કો જમાવનાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પહેલીવાર રોહિત શેટ્ટીની કૉપ્સ યુનિવર્સ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સથી ઓટીટી ડેબ્યુ કરી રહ્યો છે. જેમાં એ વિવેક ઓબેરૉય અને શિલ્પા શેટ્ટી સાથએ પહેલીવાર ક્રાઇમ વિરુદ્ધ લડતો જોવા મળશે.

Exit mobile version