કોઠારી પરિવારનો પરાગ અનુપમા અને રાહીની કરશે ભારે બદનામી

પરાગ કોઠારી અને મોટીબા અનુપમા અને રાહીનું ફરી નીચાજોણું કરવાનો પ્રયાસ કરે છે

રાધા જે અકસ્માતમાં આબાદ બચી ગઈ એ કાર અનુપમા જોશીને શ્રીનાથજીના મનોરથનો પ્રસાદ બનાવવાનો ઑર્ડર આપનાર ખ્યાતિબહેનની સાસુની હતી  આ વાતની જાણ અનુપમા અને રાહી કોઠારી પરિવારના બંગલે ગયા ત્યારે થઈ. આ વાત રસોઈ કરતી બહેનોને અનુપમા જણાવે છે ત્યારે રાહી સહિત તમામ ચોંકી ઊઠે છે.

કોઠારી પરિવારના બંગલે પહોંચ્યા બાદ અનુપમા અને રાહી આરતી સમયે અલગ ઊભી રહે છે. આરતી પૂરી થયા બાદ ખ્યાતિબહેનની સાસુ (મોટીબા) અનુપમાને કહે છે કે, પ્રસાદ પૂરા મનથી અને પૂરી સ્વચ્છતા સાથે બનાવે. આ તો સામાન્ય સૂચના હતી. મોટીબા આટલેથી અટકતા નથી અને કહે છે કે જો કોઈ માસિક ધર્મમાં હોય તો તેઓ પ્રસાદ બનાવવાના કામથી અલગ રહે.

આ સાંભળી રાહી સામો સવાલ કરે છે કે, શું યશોદા માતા એ દિવસો દરમયાન કાનાને ભૂખ્યા રાખતા હતા? જોકે અનુપમા તુરંત રાહીને બોલતી અટકાવે છે અને ઇશારાથી ચૂપ રહેવા જણાવે છે. એ વખતે ખ્યાતિબહેનના પતિ પરાગ મોટીબા પાસે આવે છે અને પૂછે છે કે શું થયું બા? ત્યારે મોટીબા કહે છે કે આજકાલ લોકો પરંપરા સમજતા નથી અને એના પર સવાલ કરતા રહે છે. ત્યારે પ્રેમના પિતા પરાગ કોઠારી કહે છે કે, સવાલ તો મોટા લોકો કરે છે, આ લોકો સવાલ નહીં બબાલ કરનારા છે. પરાગ કોઠારી અને મોટીબા અનુપમા અને રાહીનું ફરી નીચાજોણું કરવાનો પ્રયાસ કરે છે પણ આ પરિસ્થિતિને બંને કેવી રીતે સંભાળી લે છે એ જોવું ઘણું દિલચસ્પ હશે.

અનુપમામાં થઈ રહી છે કોઠારી પરિવારના સભ્યોની એન્ટ્રી

અનુપમા સિરિયલમાં તોશુ અને કિંજલની મેરેજ એનિવર્સરી માટે કોઠારી ફાર્મ હાઉસ પર જાય છે. ત્યારે પ્રેમના હાવભાવથી ખ્યાલ આવે છે કે એનો સંબંધ કોઠારી પરિવાર સાથે હોઈ શકે છે. હવે સિરિયલમાં કોઠારી પરિવારના અન્ય સભ્યોની એન્ટ્રી થઈ રહી છે. સોમવારે ખ્યાતિ કોઠારી (પ્રેમની માતા તરીકે ઝલક દેસાઈ)ની એન્ટ્રી થયા બાદ મંગળવારે મોટી બા (અલકા કૌશલ) એટલે કે ખ્યાતિ કોઠારીના સાસુ (મોટીબા)ની સાથે પતિ પરાગ કોઠારી (પ્રેમના પિતા તરીકે રાહિલ આઝમ)ની એન્ટ્રી થઈ. હવે સિરિયલના આગામી એપિસોડમાં પ્રેમના કાકા અનિલ કોઠારી (મઝહર સઈદ), પ્રેમની કાકી મીતા કોઠારી (શિવાની ચક્રવર્તી), પ્રેમના પિતરાઈ ભાઈ રાજા કોઠારી (જતિન સૂરી) અને બાદશાહ (અરિષ્ટ જૈન)ની એન્ટ્રી પણ થશે. તો સિરિયલમાં જેની એન્ટ્રી થઈ ચુકી છે એ આસ્થા (પ્રેમની બહેન તરીકે શીર્ષા તિવારી) અને એના પતિ ગૌતમની ભૂમિકામાં  સત્ય તિવારી જોવા મળશે. એટલે અનુપમાના આગામી એપિસોડમાં જોશી અને કોઠારી પરિવારની ટક્કર અતંયત રોચક બને એવી શક્યતા છે.

Exit mobile version