આઝાદી કા અમૃત મહોત્સવ અને મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે સિગ્મા કોલેજ ઓફ માસ કૉમ્યુનિકેશન એન્ડ જર્નાલીસમે લાયન્સ ક્લબ વડોદરા હની અને શાઇનિંગ સ્ટાર પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા આયોજિત સફાઇ અભિયાન વિષય પર શોર્ટ ફિલ્મ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ફાઇનલ સ્ક્રિનિંગ 29 જાન્યુઆરી 2022ના સિગ્મા કૉલેજ ઓફ માસ કમ્યુનિકેશન, નવજીવન કેમ્પસ – પોલો ગ્રાઉડ ખાતે યોજવામાં આવ્યું હતું. એ સાથે પ્રથમ ત્રણ વિજેતાઓના નામની ઘોષણા સાથે ઇનામ વિતરણ સમારંભનું પણ આયોજન કરાયું હતું.
સિગ્મા કૉલેજ ઑફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ દ્વારા શાઇનિંગ સ્ટાર પર્ફોર્મિંગ આર્ટસ અને લાયન્સ ક્લબ વડોદરા હનીના સહયોગમાં 1 ડિસ્મ્બર, 2021ના શોર્ટ ફિલ્મ કૉમ્પિટિશનની જાહેરાત કરવામાં આવી હતી. એ સાથે સ્પર્ધકોને 15 જાન્યુઆરી 2022 સુધીમાં સ્વચ્છતા અભિયાન વિષયને કેન્દ્રમાં રાખી ચાર મિનિટની શોર્ટ ફિલ્મ મોકલવા જણાવ્યું હતું. નિયત મસયમર્યાદામાં અઢાર ફિલ્મોની એન્ટ્રી મળી હતી જેમાંથી અગિયાર ફિલ્મો ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી હતી.
અગિયાર ફિલ્મોનું ફાઇનલ સ્ક્રિનિંગ 29 જાન્યુઆરીએ રાખવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે સ્કિલ ઇન્ડિયાના ચેરમેન સંજય લહેરુ, નેશનલ અવૉર્ડ વિજેતા એડિટર રાહુલ રાજપુત અને જાણીતા અભિનેતા અને ફિલ્મ સર્જક સ્મિત પંડ્યાએ ફરજ બજાવી હતી. તમામ ફિલ્મો જોયા બાદ નિર્ણાયકોએ બે ફિલ્મોને સંયુક્તપણે પ્રથમ ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ બે ફિલ્મો હતી લલિત ભોજવાનીની સ્વચ્છ ગાંધીગીરી અને ઉર્વેશ સાખીવાલાની સ્વચ્છતા કી જ્યોત. વિજેતાઓને વડોદરા ભાજપના અધ્યક્ષ ડૉ. વિજય શાહ, સિગ્મા ગ્રુપના ચેરમેન ડૉ. હર્ષ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. શ્રેયા શાહ અને ઇનામના સ્પોન્સર ગોયલ સાયન્ટિફિક વર્ક્સ લિમિટેડના ચેરમેન હેમંત ગોયલ અને લાયન્સ ક્વબના રમેશભાઈ પ્રજાપતિના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
જ્યારે અરૂણ ઉન્નીકૃષ્ણનની ફિલ્મ ગુડ ઓર બેડને દ્વિતીય સ્થાન મળ્યું હતું. તો સિગ્મા મીડિયા કૉલેજના વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા નિર્મિત ફિલ્મને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું.
સ્વચ્છતા અભિયાન જેવા વિષય પર રસપ્રદ કન્સેપ્ટ સાથે ફિલ્મો બનાવનાર યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની સાથે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચે એ માટે સ્પર્ધામાં પ્રથમ પાંચમાં સ્થાન મેળવનાર ફિલ્મોને વડોદરા મહાપાલિકાની વેબસાઇટ પર દર્શાવવાની જાહેરાત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે કરી હતી.