કોરોનાની મહામારીને કારણે દેશભરમાં ઑક્સિજનની અછત સર્જાતા અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. આવી જ એક સંસ્થા છે સૂર્યોદય ફાઉન્ડેશન. બૉલિવુડનાં વિખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ દ્વારા સ્થાપિત સંસ્થાએ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશની પંદર હોસ્પિટલને ઑક્સિજન કોન્સન્ટ્રેટર અને પાંચ ક્સિજન સિલિન્ડર ડોનેટ કર્યા હતા.
અનુરાધા પૌડવાલ દર વરસે તેમના પતિના જન્મદિવસ (9 મે)ના સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. છેલ્લા બે વરસથી મહામારીને પગલે ફ્રન્ટલાઇન વૉરિયરની સહાય કરી રહ્યાં છે. એ અગાઉ તેમણે દુકાળગ્રસ્ત વિસ્તારમાં સેવાકાર્યો કર્યાં છે.
આ પ્રસંગે કવિતા પૌડવાલ, ભારતીય જનતા પક્ષના સાંસદ મનોજ કોટક અને ડૉ. સુરાસે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.