બૉલિવુડની જાણીતી અભિનેત્રી કાજોલ એના પતિ અજય દેવગણ સાથે જુહૂ સ્થિત વિશાળ બંગલામાં રહે છે. જોકે કલાકારો એકથી વધુ પ્રોપર્ટી ધરાવતા હોય છે. આવી ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદેલી પ્રોપર્ટી તેઓ ભાડા પર આપી વધારાની કમાણી કરતા હેય છે. કાજોલે પણ તાજેતરમાં એના મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા અપાર્ટમેન્ટને ભાડા પર આપ્યો હોવાના સમાચાર આવ્યા છે.
મની કન્ટ્રોલના અહેવાલ મુજબ કાજોલે એનો પવઈનો 771 ચોરસફૂટનો અપાર્ટમેન્ટ મહિને 90 હજાર રૂપિયાના ભાડા પર આપ્યો છે. એ માટે રણ લાખ રૂપિયા ડિપોઝિટ પેટે લીધા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અજય દેવગણ અને કાજોલ જુહૂ સ્થિત શિવશક્તિ બંગલામાં રહે છે જેની કિંમત અંદાજે 60 કરોડ રૂપિયા જ્ટલી છે. આ બંગલો 590 ચોરસવારના પ્લૉટ પર છે.
માત્ર કાજોલ જ નહીં અનેક સ્ટાર્સ પ્રોપર્ટી ભાડે આપી વરસે લાખો રૂપિયાની કમાણી કરે છે.
સલમાન ખાન
બૉલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન પરિવાર સાથે ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે, તો એના બાન્દ્રામાં જ આવેલા અપાર્ટમેન્ટને ભાડે આપ્યું છે. એનું એક મહિનાનું ભાડું 8.25 લાખ રૂપિયા છે, એને ત્રણ મહિના માટે અપાયું છે. જોકે તાજેતરમાં એગ્રીમેન્ટ રિન્યુ કરવામાં આવ્યો છે. આ ફ્લેટ 2265 ચોરસફૂટનો છે. આ સિવાય સલમાને એનો બાન્દ્રા વેસ્ટના શિવ અસ્થાન હાઇટ્સનો એનો ફ્લેટ પણ 95 હજાર રૂપિયાના ભાડે આપ્યો છે.
રોહિત શેટ્ટી
જાણીતા નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીએ બાન્દ્રામાં આવેલી સિગ્નિયાબિલ્ડિંગના ચોથે માળે આવેલો 2878 ચોરસફૂટનો અપાર્ટમેન્ટ મહિનાના પાંચ લાખ રૂપિયાના ભાડે આપેલો છે.
સૈફ અલી ખાન
બાન્દ્રામાં આવેલો 1500 ચોરસફૂટનો ફ્લેટ સૈફ અલી ખાને 15 લાખ ડિપોઝિટ અને મહિને 3.5 લાખ રૂપિયાના ભાડા પર આપેલો છે.
કરણ જોહર
નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે તાજેતરમાં એની બે કૉમર્શિયલ પ્રોપર્ટીની લીઝ રિનન્યુ કરી છે. ધર્મા પ્રોડક્શનની આ બંને મિલકતનું મહિનાનું ભાડું 17.56 અને 6.15 લાખ રૂપિયા છે.
અભિષેક બચ્ચન
જુહૂ ખાતે આવેલા વત્સ એન્ડ અમુ બંગલાનો ગ્રાઉન્ડ ફ્લૉર અભિષેક બચ્ચને દસ વરસ માટે મહિનાના 18.9 લાખ રૂપિયાના ભાડે આપ્યો છે.
અમિતાભ બચ્ચન
મહાનાયક અમિતાભ બચ્ચનને નવેમ્બર મહિનામાં ક્રિતિ સેનનને તેમનો ડુપ્લ્ક્ષ મહિનાના દસ લાખ રૂપિયાના ભાડા પર આપ્યો છે. ક્રિતિ સેનને ડુબ્લેક્ષ બે વરસ માટે ભાડે લીધો છે. આ માટે ક્રિતિએ 60 લાખ રૂપિયાની ડિપોઝિટ પણ ચુકવી છે.