13 જુલાઈ, 2020માં સિરિયલ લૉન્ચ થઈ ત્યારથી સતત ટીઆરપીમાં અગ્રેસર રહેલી અનુપમા સિરિયલની જેમ અભિનેત્રી રુપાલી ગાંગુલી પણ સતત સમાચારોમાં ચમકતી રહે છે. રુપાલી ગાંગુલીનો અભિનયના દર્શકો દીવાના છે. અભિનેત્રી માત્ર અભિનય માટે જ નહીં, ધમાલ મસ્તી માટે પણ જાણીતી છે. આવો જ એક મસ્તીભર્યો વિડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડિયોમાં રુપાલી ગાંગુલી એની સહકલાકારો સાથે અમિતાભ બચ્ચનનાં ગીત મિસ્ટર લોવા લોવા પર ડાન્સ કરતી નજરે પડે છે.
વાયરલ થઈ રહેલા વિડિયોમાં રુપાલી ગુલાબી સાડીમાં ડાન્સ કરતી નજરે પડે છે. ગીતના તાલ સાથે ઠુમકા લગાવતી અભિનેત્રીના હાવભાવ પણ મજેદાર છે. અનુપમાના ચારેય કલાકારોને જોઈ એવું લાગી રહ્યું છે કે બધાં તેમનાં પાત્રમાંથી બહાર આવી મસ્તીના મૂડમાં ડાન્સ કરી રહ્યાં છે.
રુપાલી ગાંગુલીનો વિડિયો જોઈ સિરિયલના ચાહકો મોજમાં આવી ગયા. એટલું જ નહીં, મજેદાર કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. જોકે રુપાલી ગાંગુલી પહેલીવાર સહકલાકારો સાથે મસ્તી કરતી જોવા નથી મળી. અગાઉ પણ અભિનેત્રીએ આવા અનેક વિડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વિડિયો જોઈને એવું લાગે છે કે અનુપમા (રુપાલી ગાંગુલી) એના સાથી કલાકારો સાથે ખરાબ વર્તણુંક કરતી હોવાના સમાચાર સાવ પાયા વિહોણા છે.
વિડિયો લિન્ક









