રાજકુમાર રાવની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ચૂક માફ બૉક્સ ઑફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. દરમિયાન, અભિનેતા ફરી એકવાર લોકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. આ વખતે રાજકુમાર રાવ કૉમેડીના નહીં પણ લોકોને ડરાવવાના મૂડમાં છે. આગામી ફિલ્મ માલિકમાં રાજકુમાર રાવનું ભયાનક રૂપ જોવા મળશે. ફિલ્મનું ટીઝર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું.
ફિલ્મમાં રાજકુમાર રાવ એક દમદાર ગંગસ્ટરની ભૂમિકામાં છે. ટીઝરમાં રાજકુમારનો ઍક્શનથી ભરપુર નવો અંદાજ જોવા મળ્યો. રાજકુમારે ઇન્સ્ટાગ્રામ પર માલિકનું ટીઝર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, પૈદા નહીં હુએ તો ક્યા, બન તો સકતે હૈ માલિક.
માલિકના ટીઝરને જોતા લાગી રહ્યું છે કે રાજકુમાર રાવ એના અભિનયથી બધાના આશ્ચર્યચકિત કરશે. માલિક ઍક્શન થ્રિલરથી ભરપુર ફિલ્મ છે દર્શકોને તમામ પ્રકારનો મનોરંજનનો મસાલો પૂરો પાડશે. રાજકુમૈર રાવની ફિલ્મ માલિક 11 જુલાઈ, 2025ના રિલીઝ થઈ રહી છે.