આપણા દેશમાં જ નહીં વિશ્વભરમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો એનજીઓથી લઈ વિખ્યાત વ્યક્તિ કરી રહી છે. તાજેતરમાં ટૂંકા ગાળામાં બૉલિવુડમાં આગવું સ્થાન જમાવનારા અભિનેતા રાજકુમાર રાવ, અસિફ ભામલા, શાન અને સહેર ભામલાની ઉપસ્થિતિમાં ભામલા ફાઉન્ડેશન દ્વારા વાયુ પ્રદૂષણના જોખમી પરિબળોને જણાવતાં ગીત હવા આને દે ગીતને શૂટ કરવામાં આવ્યું હતું.
બીટ પ્લાસ્ટિક પૉલ્યુશન પર આધારિત ગીત ટીક ટીક પ્લાસ્ટિકને મળેલી સફળતા બાદ ભામલા ફાઉન્ડેશનના અસિફ ભામલા અને સહેર ભામલા એક નવું અભિયાન લઈને આવ્યા છે. આ વખતે તેમણે વાયુ પ્રદૂષણ પર ધ્યાન કેન્દ્રિત કરી એક ગીત તૈયાર કર્યું છે જેના શબ્દો છે હવા ને દે. તાજેતરમાં અંધેરી પશ્ચિમમાં આવેલા એક સ્ટુડિયોમાં ગીતને શૂટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકુમાર રાવ અને ગાયક શાને વાયુ પ્રદૂષણ અંગેના અભિયાનને સપોર્ટ જાહેર કર્યો હતો.