સયુંકત પરિવારમાં ગમે તેટલા મતભેદ હોય પણ જો પ્રેમપૂર્વક એનો ઉકેલ લવાય અને ગઈ ગુજરી ભૂલી પ્રેમપૂર્વક રહે તો ઘર સ્વર્ગથી પણ સુંદર બની જાય. આવી મજેદાર થીમ પર આધારિત ફિલ્મ પ્યાર હો પરિવાર મેં શુક્રવારે ભાયંદરના મેક્સસ થિયેટરમાં રિલીઝ થઈ છે.
સંયુક્ત પરિવારનો મહિમા દર્શાવતી ફિલ્મના પરિવારમાં માતા પિતા, ત્રણ પુત્ર, પુત્રવધૂ અને એક દીકરી સાથે સુખ ચેનથી રહેતા હતા. પરિવાર એક હોવા છતાં એવા સંજોગો ઊભા થાય છે કે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. જે પરિવારની એકતા અને સ્નેહભર્યા સંબંધો ચર્ચા થતી એ માળો વિખરાવા લાગ્યો.
ફિલ્મમાં પત્નીઓનો પ્રભાવ ભાઈચારાના બંધનને કેવી રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે, કૌટુંબિક સંબંધો તૂટી જાય ત્યારે કેવી રીતે પસ્તાવો થાય છે, અને એક માતાની ભૂમિકા, જે ખોટા ઇરાદાઓ સાથે, વિખવાદનું વાવેતર કરી શકે છે અને સંબંધો તોડી શકે છે તેની વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
“પ્યાર હો પરિવાર મેં” એક પરિવારની ભાવનાત્મક સફર વિશેની વાત છે, જે દર્શાવે છે કે સમાધાન અને પ્રેમ ઊંડા ઘાને પણ કેવી રીતે મટાડી શકે છે. જીવનના તમામ પડકારોનો સાંમનો કરી એક થવાના મહત્વ પર ભાર મુકે છે.
પારિવારિક ફિલ્મના નિર્માતા છે કવિ યુવરાજ જૈન. ફિલ્મની કથા, સંવાદ અને ગીતો પણ યુવરાજ જૈને જ લખ્યાં છે. શરવન જૈન અને ઉષા જૈન દિગ્દર્શિત પારિવારિક ફિલ્મ પ્યાર હો પરિવાર મેં ફિલ્મનાં કલાકાર છે યુગરાજ જૈન, વાસુદેવ સિંહ, સચેન્દ્ર ચૌબે, કુંદન સિંહ, ઉષા જૈન, વનિષ્કા જૈન, નિધિ મુદગલ, જયવંત પાટેકર, છાયા જોશી અને પીઢ અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ છે.
ગુજરાતી, મરાઠી અને હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી કેયુરી શાહ મહત્વનું પાત્ર ભજવી રહી છે. કેયુરીને એની અભિનય ક્ષમતા દર્શાવવાનો પૂરો અવસર મળ્યો છે. ઇન્ટરવલ પહેલાં નકારાત્મક લાગતું કેયુરીનું પાત્ર બીજા હાફમાં એકદમ સકારાત્મક બની જાય છે. એટલું જ નહીં, દર્શકોની આંખો ભીની કરી જાય છે. ફિલ્મનાં પાત્ર અંગે કેયુરી શાહ જણાવે છે કે ફિલ્મમાં મને મારી અભિનય પ્રતિભા દર્શાવવાનો પૂરો અવસર મળ્યો છે. એ માટે હું નિર્માતા કવિ યુવરાજ જૈન અને દિગ્દર્શક શરવન જૈન અને ઉષા જૈનનો આભાર માનું છું.
rTtxd iVvjwW DPrC UCVUVJV NQbP