યુવા દિગ્દર્શક ફૈઝલ હાશ્મીની હૉરર કૉમેડી ફિલ્મ ફાટી ને?નું અધિકૃત પોસ્ટર રિલીઝ કરવામા આવ્યું છે. અગાઉની બે ફિલ્મો કરતા અલગ એટલે કે હૉરર જૉનરની ફિલ્મ ફાટી ને?ના મહત્ત્વના હિસ્સાનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. ફિલ્મની શરૂઆતની વીસ મિનિટ ગુજરાતી અને અંગ્રેજી કલાકારોનું ફ્યુઝન જોવા મળશે. ત્યાર બાદ વાર્તાના કેન્દ્રમાં ગુજરાતી કલાકારો જોવા મળશે.
ફિલ્મમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા ખાસ મિત્રો છે અને બંને મેલબોર્ન પોલીસ નોકરી કરે છે. જોકે આ નોકરી તેમને લાગવગથી મળી છે બાકી બંને પોલીસ બનવાની લાયકાત ધરાવતા નથી. અને તેમની લાગવગ એવી છે કે કોઈ તેમને નોકરીમાંથી કાઢી શકતું નથી. તેમની નોકરીના ચક્કરની સાથોસાથ તેમનો પનારો એક ભૂત સાથે પડે છે.
ફાટી ને? 31 જાન્યુઆરી, 2025માં વિશ્વભરમાં રિલીઝ થશે.