શ્રીલંકા, અયોધ્યા, નાસિક અને હમ્પી ખાતે ફિલ્માવાયેલી લીજેન્ડ ઑફ ધ રામાયણ વિથ અમીશ મહાકાવ્ય ફરતેના એવા રહસ્યો પરથી પરદો ઉઠાવે છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણકારી ધરાવે છે. આ સિરીઝ સાથે અમીશ ત્રિપાઠી ઓટીટી પર એક હૉસ્ટ અને કથા વાચક તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. અમીશે આ કથાનું વર્ણન ભાવનાત્મક અને આધ્યાત્મિક યાત્રા સ્વરૂપે કર્યું છે.
સિરીઝમાં ભગવાન રામનાં એક મોટા બહેન પણ હતાં, કૈકેયીએ રામને માત્ર 14 વરસના વનવાસ જવા માટે જ કેમ કહ્યું, નાસિક શહેરનું નામ કેવી રીતે પડ્યું, ભગવાન રામ અને ગૌતમ બુદ્ધને જોડતી કડીની જાણકારી જેવી અજાણી અનેક બાબતોની જાણકારી રસાળ શૈલી દ્વારા આ સિરીઝમાં આપવામાં આવશે.
રામ નવમીના શુભ અવસર પહેલાં ડિસ્કવરી પ્લસ લીજેન્ડ ઑફ ધરામાયણ વિથ અમીશ સતયયુગની યાત્રાએ લઈ જશે. સૌથી વધુ વંચાતા અવૉર્ડ વિજેતા લેખક અને ડિપ્લોમેટ અમીશ ત્રિપાઠી દ્વારા કહેવાયેલી એક સંમોહક ડૉક્યુમેન્ટ્રી છે. આશ્ચર્યજનક દૃશ્યો અને અનોખી વાર્તાઓથી ભરપુર વાઇડ એન્ગલ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ સિરીઝમાં ભગવાન રામની રોમાંચકારી યાત્રાના રહસ્યોની જાણકારી આપશે.
પહેલીવાર ડિજિટલ વર્લ્ડમાં આવી રહેલા અમીશ ત્રિપાઠી સૌથી વધુ વેચાયેલા અને વંચાયેલા પુસ્તકો શિવા ટ્રાયોલૉજી અને રામચંદ્ર સિરીઝના લેખક તરીકે વિખ્યાત છે. હવે તેઓ પહેલીવાર એક હૉસ્ટ અને ઑનસ્ક્રીન કથાકાર તરીકે જોવા મળશે.
સિરીઝમાં યતીન્દ્ર મિશ્રા (અયોધ્યાના રાજકુમાર), કવિતા કેન (લેખિકા), રિતેશ આર્ય (પુરસ્કાર વિજેતા જળ વિજ્ઞાની), સુનેલા જયવર્ધને (પર્યાવરણ વાસ્તુકાર અને લેખક), કૃષ્ણા દેવરાય (વંશજ, વિજયનગર રાજવંશ), શશિ ધનતુંગે (પૂર્વ ઉપાધ્યક્ષ,સિવિલ એવિયેશન ઑથોરિટી-શ્રીલંકા) સહિત અનેક વિદ્વાનો દ્વારા કરાયેલા સંશોધનોના મત અને વિશેષજ્ઞોની ટિપ્પણીઓનો પણ સિરીઝમાં સમાવેશ કરાયો છે. વાઇડ એન્ગલ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ભવ્ય સિરીઝનું દિગ્દર્શન સુજાતા કુલશ્રેષ્ઠ અને અભિમન્યુ તિવારીએ કર્યું છે.