વેબ સિરીઝની બે સીઝન હિટ રહી હોવાથી દર્શકો ત્રીજી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે
પંચાયત એક એવી વેબ સિરીઝ છે જેની પહેલી સીઝન દર્શકોને ઘણી પસંદ પડી, તો બીજી સીઝન પણ દર્શકોને એટલી પસંદ આવી કે તેઓ ત્રીજી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. પંચાયતનું ટ્રેલર આમ તો 17 મેના રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ નિર્માતાએ બે દિવસ વહેલું એટલે કે 15 મેના જ ટ્રેલર લૉન્ચ કર્યું.
ટ્રેલરની શરૂઆતમાં સચિવજી પાછા ફરવાથી થાય છે. તેમની ટ્રાન્સફર રદ થાય છે અને તેઓ પાછા ફુલ્રેરા આવે છે. ફુલેરા પાછા આવતી વખતે એ વિચારે છે કે ગામની ફાલતુ રાજનીતિનો એ ભાગ નહીં બને. પણ બનરાકસની ઉપસ્થિતિમાં આ શક્ય બની શકે ખરું? આ સીઝનમાં બનરાકસ એક નવીજ ચાલ ચાલવાનો છે. એ ધારાસભ્ય સાથે મળી પ્રધાનજીને હરાવી ત્યાંથી કાઢવા માગે છે. એ સાથે ગામના લોકોને ભડકાવી રહ્યો છે. દરમિયાન, સચિવજી અને પ્રધાનજીનો પરિવાર સાથે મળી આ રાજકીય ખેલમાંથી કેવી રીતે બહાર આવે છે અને એ દરમિયાન હાસ્યનો ડૉઝ પણ મળતો રહે છે. પંચાયતની નવી સીઝન 28 મેથી જોવા મળશે.
પંચાયતની સીઝન 3 અમેઝોન પ્રાઇમ પર 28 મે, 2024ના રિલીઝ થશે. શોમાં નીના ગુપ્તા, જિતેન્દ્ર કુમાર, રઘુવીર યાદવ, ફૈસલ મલિક, ચંદન રૉય સહિત અનેક કલાકારો જોવા મળશે. સિરીઝના દિગ્દર્શક છે દીપક કુમાર મિશ્રા.
ટ્રેલર જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો