અવૉર્ડ વિનર ફિલ્મ સર્જક પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (લાસ્ટ શો) ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલના સ્પૉટલાઇટ સેક્શનમાં દર્શાવાયા બાદ આગામી થોડા સમયમાં વિદેશના થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. મહામારીકાળ બાદ વિદેશમાં રિલીઝ થનારી પહેલી ગુજરાતી ફિલ્મનું બહુમાન મેળવનાર ફિલ્મ બની છે છેલ્લો શો.
18 માર્ચે ભારતમાં બે વરસના સમયગાળા બાદ હોળીની ઉજવણી કરી મહામારીમાંથી બહાર આવ્યાની ઉજવણી કરી. ત્યારે જુગાડ મોશન પિક્ચર્સ અને મોન્સુન ફિલ્મ્સ તેમની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો સ્પેનમાં રિલીઝ કર્યા બાદ વિશ્વભરમાં રજૂ કરાશે. સ્પેનમાં લા અલ્ટિમા પેલિકુલા નામે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. છેલ્લો શો પહેલી ગુજરાતી ફિલ્મ છે જેને સ્પેનિશ ભાષામાં ડબ કરી રિલીઝ કરવામાં આવી રહી છે. ઇન્ડો-ફ્રેન્ચના સહયોગમાં ફ્રાન્સના દિગ્ગજ યુજીસી અને ઑરેન્જ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત છેલ્લો શો ફિલ્મને અગાઉ ટ્રિબેકા, સેમિન્સી, મિલ વેલી સહિત અન્ય પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રશંસા મેળવી ચુકી છે.
છેલ્લો શો ફિલ્મનું આકર્ષણ છે એક મધુર ગીત, જેને સૌરાષ્ટ્રના અંતરિયાળમાં આવેલા ગામડાના છોકરાની આંખોના માધ્યમ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સંસાર, એન્ગ્રી ઇન્ડિયન અને વેલી ઑફ ફ્લાવર્સ જેવી ફિલ્મોને કારણ વિખ્યાત સર્જક પાન નલિને છેલ્લો દિવસ અંગે જણાવ્યું કે, અમે જ્યારે ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે અમને ખબર નહોતી કે એને દુનિયાભરમાં આટલો ભવ્ય આવકાર મળશે.
ભારતની સિંગલ-સ્ક્રીન સંસ્કૃતિ અને 35mm સેલ્યુલોઇડ ફિલ્મનો યુગ પૂરો થઈ રહ્યો છે એ સમયગાળો છેલ્લો ફિલ્મ શોની પૃષ્ઠભૂમિ છે. આ ફિલ્મ એવા સમયે રિલીઝ થઈ છે જ્યારે વૈશ્વિક સ્તરે ફિલ્મ ઉદ્યોગ 35mm ફોર્મેટના વિદાયનો સાક્ષી બની રહ્યો છે. નવા ફોર્મેટ્સે તેના માટે દરવાજા ખોલ્યા છે. વાર્તાકારો અને લાસ્ટ ફિલ્મ શો જેવી ફિલ્મોમાં ભાષાના તમામ અવરોધોને તોડીને વૈશ્વિક સ્તરે પ્રેક્ષકો સાથે જોડાવાની ક્ષમતા છે એમ જુગાડ મોશન પિક્ચર્સના સહ-સ્થાપક અને લાસ્ટ ફિલ્મ શોના નિર્માતા ધીર મોમાયા કહે છે.
ફિલ્મ જનજાતિ સમુદાયના છ છોકરાઓની વાત તો કરે જ છે પણ એ સાથે ગુજરાતના સૌદર્યને પણ પરદા પર કાંડાર્યું છે. જેમ કે સુંદર રેલવે સ્ટેશનો, સૌરાષ્ટ્રના પ્રાકૃતિક દૃશ્યો, નયનરમ્ય સરોવરો, સિંહો અને સાસણ ગીરના વન્ય જીવન પર પણ પ્રકાશ ફેંકે છે. ગામડાથી લઈ રેલવે સ્ટેશન, સ્કૂલ વગેરે રિયલ લોકેશન પર શૂટિંગ કરતી વખતે પાન નલિનને એનું બાળપણ યાદ આવી ગયું. મને બધું એવું જ લાગી રહ્યું હતું જે મેં બાળપણમાં અનુભવ્યું હતું. ફરક માત્ર લોકોની જીવનશૈલીમાં આવ્યો છે પણ પરંપરા અને સંસ્કૃતિ હજુ પણ અકબંધ છે.
ફિલ્મની વાર્તા પાન નલિન માટે આટલી મહત્ત્વની કેમ છે એ અંગે જણાવતા નિર્માતા ધીર મોમાયા કહે છે કે, પાન નલિનની મૂળ વાર્તા એટલી મજેદાર હતી કે એનમા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કરી લીધું. છેલ્લો શો મને એ દિવસોની યાદ અપાવે છે જ્યારે મેં પહેલીવાર થિયેટરમાં ફિલ્મ જોવા ગયો અને એ જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો.
ફિલ્મના કલાકારો છે ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દિપેન રાવલ, પરેશ મહેતા, વિકાસ બાટા, રાહુલ કોળી, શોબન મક્વા, કિશન પરમાર, વિજય મેર, અલ્પેશ ટાંક અને ટિયા સેબાસ્ટિયન.