ક્યુ મરાઠી નામની નવી ચૅનલ એક એકથી ચડિયાતા મનોરંજક કાર્યક્રમોનો રસથાળ લઈને મરાઠી ટેલિવિઝનની દુનિયામાં આવી રહી છે. દેશની આ પહેલી ચૅનલ હશે જેના કાર્યક્રમો રાજ્યના લોકપ્રિય એવા ડિજિટલ ક્રિએટર્સે તૈયાર કર્યા હશે. મરાઠી ડિજિટલ વિશ્વમાં ધમાલ મચાવનાર કન્ટેન્ટ દર્શકોને પહેલીવાર ટીવી પર જોવા મળશે. અને આજ બાબત ચૅનલનું સૌથી જમા પાસું છે. ક્યુ યુ મીડિયા કંપનીની ધ ક્યુ નામક હિન્દી ચૅનલ બાદ પ્રાદેશિક ભાષાની આ પહેલી ચૅનલ હશે.
ક્યુ મરાઠી ફ્રી-ટુ ઍર ચૅનલ લૉન્ચ થવાની સાથે ક્યુ યુ મીડિયાનું વિસ્તરણ હિન્દી ભાષી બેલ્ટની બીજી બાજુ પ્રાદેશિક માર્કેટમાં થયું છે,
છેલ્લા દસ વરસથી મનોરંજનની પરિભાષા બદલાઈ હોવાથી ટેલિવિઝન ક્ષેત્રે પણ અનેક બદલાવ જોવા મળી રહ્યો છે. દર્શકોની બદલાયેલી અભિરુચિને ધ્યાનમાં રાખી ક્યુ મરાઠી તમારી પસંદગીના માત્ર ડિજિટલ વર્લ્ડના સ્ટાર્સ જ નથી લાવી પણ મનોરંજન વિશ્વના મોટા કલાકારને પણ ટીવી પર લાવવાનું નક્કી કર્યુ છે. એમાં યુવાનોન આકર્ષિત કરતા ગ્રામીણ અને શહેરી એમ બંને પ્રકારના કાર્યક્રમોનો રસથાળ જોવા મળશે.
ક્યુ મરાઠી ચૅનલના હેડ નીતા ઠાકરેનું કહેવુ છે કે, અમારી ચૅનલ પર પ્રસારિત થનારા તમામ કાર્યક્રમો લક્ષ્યવેધી અને વૈવિધ્યસભર હોવાથી પૂરા પરિવારનું મનોરંજન કરવા સક્ષમ હશે એમ વિશ્વાસપૂર્વક કહી શકું છું. ઉપરાંત ડિજિટલ વર્લ્ડના ક્રિએટર્સનો કાર્યક્રમ તેમના ચાહકો ઉપરાંત ટીવીના દર્શકો સુધી પણ પહોંચશે.