આપણી જૂની ગુરુ-શિષ્ય પરંપરા હોય કે વિદેશથી અપનાવેલી શિક્ષક-વિદ્યાર્થીની પ્રથા, બંનેમાં એક બાબત સામાન્ય છે કે ગુરુ કે શિક્ષકનું માર્ગદર્શન વિદ્યાર્થીઓનું જીવન બદલી શકે છે. 5 સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિન તરીકે માનાવીએ છાએ ત્યારે નેટફ્લિક્સ શિક્ષક-વિદ્યાર્થીઓ પર આધારિત ફિલ્મ-વેબ સિરીઝની એક શૃંખલા શરૂ કરી રહ્યું છે જેમાં નીચે દર્શાવેલી આઠ ફિલ્મો દર્શાવવામાં આવશે.
માઇટી લિટલ ભીમ
નાની વયથી, આપણા પ્રેમાળ માઇટી લિટલ ભીમની જેમ શરૂઆત કરો. એના વતન દ્વારા જિજ્ઞાસાયુક્ત સફરને જુઓ, કારણ કે તે તેના સાહસો દરમિયાન કેટલાંક કિંમતી બોધપાઠ શીખે છે.
ધ ડિસાઇપલ
આ એવોર્ડવિજેતા ફિલ્મનું નિર્દેશન ચૈતન્ય તમ્હાને હિંદુસ્તાનની શાસ્ત્રીય સંગીતની દુનિયા અને ગુરુ-શિષ્ય પરંપરા વિશે જણાવે છે. આ એક સમર્પિત વિદ્યાર્થીની સફર છે, જે ઝડપથી બદલાતી દુનિયામાં પરંપરાઓ જાળવવા સંતુલન સ્થાપિત કરવા પ્રયાસ કરે છે.
ધ કરાટે કિડ
આઇકોનિક મૂવી ધ કરાટે કિડ એક બાળકની વાર્તા છે, જે સ્કૂલમાં મુશ્કેલ સમય ધરાવે છે અને માર્શલ આર્ટના ક્લાસ માટે નોંધણી કરાવે છે. એનાથી એને નવી કુશળતા મળવાની સાથે તેને જીવન વિશે શીખવાની સાથે આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળે છે.
તારે ઝમીન પર
આમીર ખાનની હિટ ફિલ્મ એક વિશેષ ક્ષમતા ધરાવતા બાળક અને તેમની સંભવિતતાઓને શોધવાની સફર આસપાસ ફરે છે. આ યાદગાર ફિલ્મ દર્શાવે છે કે, એક શિક્ષક બાળકની અંદર રહેલી સ્વાભાવિક પ્રતિભા બહાર લાવવા બિનપરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે
માય ઓક્ટોપસ ટીચર
શિક્ષકો આ ફિલ્મનિર્માતાની જેમ દરેક જગ્યાએ મળી શકે છે, જે ઓક્ટોપસ સાથે ગાઢ સંબંધ બનાવે છે અને પાણીની અંદરની દુનિયાના રહસ્યોની જાણકારી મેળવે છે. સાઉથ આફ્રિકાના કેલ્પના જંગલોમાં બનેલી આ ડોક્યુમેન્ટરી દર્શાવે છે કે, પ્રકૃતિ કેટલી શક્તિશાળી શિક્ષક કે માર્ગદર્શક બની શકે છે.
કોટા ફેક્ટરી
આ સીરિઝ કોટામાં સેટ છે, જે ઘણા કોચિંગ સેન્ટર્સનું કેન્દ્ર છે, જ્યાં વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાંથી વિવિધ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવે છે. આ સીરિઝ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના જોડાણને દર્શાવે છે, કારણ કે તેઓ તેમના જીવનમાં નિર્ણાયક ક્ષણો માટે સજ્જ થાય છે.
નેવર હેવ આઈ એવર
આ લોકપ્રિય સીરિઝ ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીનીની આસપાસ કેન્દ્રિત છે, જે એક ખાસ મુશ્કેલ વર્ષ પછી એનો સામાજિક દરજ્જો વધારવા ઇચ્છે છે. મિન્ડી કેલિંગ દ્વારા નિર્મિત આ શૉ વિવિધ બોધપાઠો દર્શાવે છે, જે દેવી (સીરિઝની મૂળ નાયિકા) સ્કૂલ કેમ્પસની અંદર અને બહાર શીખે છે.
ગ્લી
એક દ્રઢ શિક્ષકનો ઉદ્દેશ મિસફિટ વિદ્યાર્થીઓના ગ્રૂપને વિજેતા બનાવવાનુ છે, તેમને રોજિંદા જીવનની કડવી વાસ્તવિકતાનો સફળતાપૂર્વક સામાનો કરવામાં મદદ કરવાનો છે.