માર્વલ સ્ટુડિયોઝની ફિલ્મ ડેડપૂલ એન્ડ વૂલ્વરિન જોવા દર્શકો આતુર છે. માર્વલ સ્ટુડિયોઝે એની એક ઝલક પણ રજૂ કરી છે. જેમાં ડેડપૂલ (રયાન રેનોલ્ડ્સ) અને વૂલ્વરિન (હ્યુગ જેકમેન)ની જબરજસ્ત કેમિસ્ટ્રીને પગલે થિયેટર રાતા-પીળા થઈ જશે. તાજા સમાચાર અનુસાર તેમણે વૈશ્વિક પ્રેસ ટુરની શરૂઆત ચીનના શાંઘાઈથી શરૂ કરી છે.
હકીકતમાં માર્વલ સ્ટુડિયોઝે શાંઘાઈમાં આયોજિત ડેડપૂલ એન્ડ વૂલ્વરિનની ઇવેન્ટના ફોટાઓ રિલીઝ કર્યા છે. રયાન રેનોલ્ડ્સ અને હ્યુગ જેકમેનની સાથે ફિલ્મના દિગ્દર્શક શૉન લેવી પણ તેમની સાથે છે. બંડ જિલ્લામાં એક વિશાળ હવા ભરેલા ડેડપૂલ પાસે આવવા અગાઉ તેમણે શાંઘાઈ ફિલ્મ આર્ટ સેન્ટર ખાતે ચાહકોને અભિવાદન કર્યું હતું.