ચૉકલેટી બૉય રણબીર કપૂર શમશેરામાં એક ડાકુની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં ફિલ્મના મુખ્ય અભિનેતાઓ સંજય દત્ત અને રણબીર કપૂરનો દમદાર લૂક જોવા મળી રહ્યો છે. શમશેરામાં રણબીર કપૂર ડાકુની ભૂમિકામાં છે તો સંજય દત્ત વિલન.
ઍક્શન-થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર શમશેરાનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. રણબીર કપૂર પહેલીવાર શમશેરામાં એક ડાકુની ભૂમિકામાં જોવા મળશે. શમશેરાની વાર્તા એક ડાકુ (રણબીર કપૂર)ની છે જેના આતંકથી પરેશાન ગામના લોકો બ્રિટિશ પોલીસને શરણે જાય છે. અહીં શુદ્ધ સિંહ (સંજય દત્ત) શમશેરાની અકલ ઠેકાણે લાવવાની અને એને પકડવાનું બીડું ઝડપે છે.
ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં રણબીર કપૂરે ફિલ્મ શૂટિંગ દરમિયાન થયેલા મજેદાર અનુભવો જણાવ્યા હતા.
જોકે રણબીર કપૂરે ઇવેન્ટમાં જણાવ્યું કે આજનો દિવસ ઘણો મુસીબત ભર્યો રહ્યો. આમ તો હું સમયનો પાક્કો છું. પણ મારા ડ્રાઇવરે ખોટા સ્થળે લઈ ગયો એમાં મોડું થયું એમાં પાછું, ઇન્ફિનિટી મૉલમાંથી નીકળતા કોઈની કાર મારી ગાડી સાથે ભટકાઈ એમાં કાચ તૂટી ગયો. ત્યારે કરણ જોહરે કહ્યું કાચ તૂટે એ તો શુભ કહેવાય.
ફિલ્મમાં રણબીર કપૂર અને સંજય દત્ત ઉપરાંત વાણી કપૂર અને રૉનિત રૉય, ત્રિધા ચૌધરી અને ઇરાવતી હર્ષ પણ મુખ્ય ભૂમિકામાં છે. આદિત્ય ચોપરા નિર્મિત અને કરણ મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મ શમશેરા 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.
ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.youtube.com/watch?v=UHYUeZ8JszQ