તાજેતરમાં રિલીઝ થયેલા મ્યુઝિક વિડિયો અધૂરી દાસ્તાનને કારણે ગુજ્જુ ગર્લ મહિકા શાહ આજકાલ ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં મુંબઈ સ્થિત ફિનિક્સ પેલેડિયમ મૉલમાં ગીતના પ્રમોશન માટે મહિકા શાહ અને શરદ મલ્હોત્રા સાથે જોવા મળ્યા હતા. મોહસિન ખાન દ્વારા દિગ્દર્શિત મ્યુઝિક વિડિયોમાં મહિકા શાહ અને ટીવીના જાણીતા કલાકાર શરદ મલ્હોત્રા ઉત્તરાખંડના કુદરતી સૌંદર્યથી ભરપુર લોકેશન પર બે પ્રેમીઓના પ્રેમ અને લાગણીઓને ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યા છે. આલ્બમની હૃદયસ્પર્શી કથા વર્ણવતા ગીતને દર્શકોનમો ભરપુર આવકાર મળી રહ્યો છે.
મ્ઝિક વિડિયોમાં ગીતના માધ્યમ દ્વારા એક હૃદયસ્પર્શી પ્રેમકથા દર્શાવવામાં આવી છે. જેમાં એક યુવક વરસો બાદ એના ગામમાં પાછો આવે છે અને એક યુવતી સાથે એના બાળપણની યાદોને વાગોળે છે.ગીત દ્વારા બંને તેમના બાળપણમાં સાથે વીતાવેલી સુંદર ક્ષણોને યાદ કરવાની સાથો તેમના પુનર્મિલનને એકદમ રોમાન્ટિક અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે.
આલ્બમના રિલીઝ સમયે મહિકા શાહે જણાવ્યું કે, અધૂરી દાસ્તાનનું શૂટિંગ ઉત્તરાખંડના રમણીય કુદરતી સૌંદર્યમાં થયું હોવાથી ગીતને ઓર સુંદર બનાવે છે. મોહસીન ખાન જેવા દિગ્દર્શક અને શરદ મલ્હોત્રા જેવા કલાકાર સાથે સ્ક્રીન શેર કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે.
તો શરદ મલ્હોત્રાએ જણાવ્યું કે, અધૂરી દાસ્તાન મારા માટે એક યાદગાર અનુભવ હતો. એની કથા, કુદરતી સૌંદર્ય અને ઇમોશન જેવી ત્રિવિધ બાબતોને કારણે ગીતને ખાસ બનાવ્યું છે. મહિકા શાહ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ મજેદાર રહ્યો.
અધૂરી દાસ્તાનને સ્પૉટીફાઈ, જિયો સાવન, યુટ્યુબ મ્યુઝિક, એપલ મ્યુઝિક, અમેઝોન મ્યુઝિક અને ગાના ઍપ પર માણી શકાય છે. અધૂરી દાસ્તાન મ્યુઝિક વિજડિયોને વીનસની મ્યુઝિક કંપની વૉઇલા ડીજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે.
Song link :