મુંબઈમાં યોજાયો લેજન્ડ દાદા સાહેબ ફાળકે અવૉર્ડ-2022

અનેક ક્ષેત્રના મહાનુભાવોને એનાયત થયા દાદા સાહેબ ફાળકે અવૉર્ડ

4 મે, 2022ના મુંબઈના અંધેરી ખાતે ડૉ. કૃષ્ણા ચૌહાણ દ્વારા આયોજિત રંગારંગ કાર્યક્રમમાં ફિલ્મ, સામાજિક ક્ષેત્રે આપેલા મહત્ત્વના યોગદાનને બિરદાવવા લેજન્ડ દાદા સાહેબ ફાળકે અવૉર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા. લેજન્ડ દાદા સાહેબ ફાળકે અવૉર્ડ મેળવનારાઓમાં વિધાનસભ્ય ભારતી લવ્હેકર, એસીપી બાજીરાવ મહાજન, ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર ડૉ. પરિન સોમાની ઉપરાંત ફિલ્મ અભિનેતા મનોજ જોશી, ગજેન્દ્ર ચૌહાણ, નિર્માતા-દિગ્દર્શક મેહુલ કુમાર, બ્રાઇટ આઉટડૉર પબ્લિસિટીના ડૉ. યોગેશ લાખાણી સહિત નેવું જેટલી હસ્તીઓને અવૉર્ડ આપી સન્માનવામાં આવી હતી. મજાની વાત એ હતી કે જે દિવસે અવૉર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ દિવસે આયોજક કૃષ્ણા ચૌહાણનો જન્મદિવસ પણ મનાવવામાં આવ્યો.

કૃષ્ણા ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વરસથી અવૉર્ડ ફંક્શનનું આયોજન થઈ રહ્યું છે. આ વરસે આયોજિત કાર્યક્રમમાં વિખ્યાત અભિનેતા મનોજ જોશીએ આયોજકોને સૂચન કર્યું હતું કે પરદા પરના કલાકારોને તો અનેક અવૉર્ડ સમારંભમાં બિરદાવવામાં આવે છે. પરંતુ પરદા પાછળ એવા ઘણા લોકો છે જેમના કારણે ફિલ્મ માણવા લાયક બને છે. આવા કસબીઓનું પણ સન્માન થવું જોઇએ.

ગીત-સંગીતની મહેફિલ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મનોજ જોશી, અલી ખાન, અરૂણ બક્ષી, સુનીલ પાલ, એહસાન કુરેશી, ઍક્શન ડિરેક્ટર અને ફિલ્મ સર્જક ટીનુ વર્મા, જાણીતા ગીતકાર સુધાકર શર્મા ઉપરાંત અનેક ફિલ્મ પત્રકારોને પણ અવૉર્ડ આપી સન્માનવામાં આવ્યા હતા.

કૃષ્ણા ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા અનેક અવૉર્ડ ફંક્શનના આયોજન થાય છે. જેમાં બૉલિવુડ લેજન્ડ અવૉર્ડ, બૉલિવુડ આઇકોનિક અવૉર્ડ, લેજન્ડ દાદા સાહેબ ફાળકે અવૉર્ડ, મહાત્મા ગાંધી રત્ન અવૉર્ડ, નારી શક્તિ અવૉર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

Exit mobile version