માત્રને માત્ર શ્રી વલ્લભ કુળના બાળકોના આશીર્વાદ અને કૃપાથી
શ્રી વલ્લભ કુળના બાળકના શ્રી હસ્તે બ્રહ્મ સંબંધ લેનાર કૃપાપાત્ર અધિકારી જીવ ઉપર આજે પણ પ્રભુ કેવી રીતે અને શું કામ કૃપા વરસાવે છે… અંન્યાશ્રયથી દૂર રહેનારની જ પ્રભુ શા માટે સેવા સ્વીકારે છે… વિવિધ ઋતુઓમાં પ્રભુના વિવિધ મનોરથો અને દર્શનનું શુ મહત્વ છે… જેવી અનેક હૃદયસ્પર્શી સવિસ્તૃત માહત્મ્યના સંસ્કાર આવનારી પેઢીમાં પણ સીંચાય એની પૂરેપૂરી તકેદારી આ વેબ સિરીઝમાં રાખવામાં આવી છે.
ગિરિરાજધરણ શ્રીજી તમારી શરણ અને ચાલો ઉજવીએ પુરષોત્તમ માસ જેવી સુપર હિટ ફિલ્મ, આઇ લવ યુ કૃષ્ણ જેવું સુપર હિટ નાટક, કાનુડાને કરીએ કાલાવાલા જેવો સિગિંગ ટેલન્ટ હન્ટ શો અને ધર્મ આરોગ્ય સેતુ જેવી લોકપ્રિય ટેલિવિઝન શ્રેણીના અને તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનનું સ્થાન શોભાવનાર લોકલાડીલા સન્માનીય નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મેળવનાર પુષ્ટીમાર્ગીય લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી, જેઓ આ વેબ સિરીઝના પણ લેખક-દિગ્દર્શક છે. વધુ જાણકારી આપતા તેમણે જણાવ્યું કે શ્રી જી બાવાની કૃપા તો જુઓ છેલ્લા ઘણા વર્ષોથી આ વિષય ઉપર મારી સાથે સતત રીસર્ચ કરનારા મારા પરમ મિત્ર અને અગ્રણી પત્રકાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પી. સી. કાપડિયા આ વેબ સિરીઝથી નિર્માતા તરીકેની ભૂમિકા શરૂ કરવા જઈ રહ્યા છે. આ વેબ સિરીઝના મુખ્ય નાયક પિયુષ અઢીયા પણ એક લોકપ્રિય કલાકાર હોવાની સાથે સાથે ચુસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે. વિવિધ ક્ષેત્રમાં ભલે અમે અનુભવી અને જાણીતું નામ હોઈએ પણ આ યજ્ઞમાં અમે નિમિત્ત માત્ર છીએ.
પુષ્ટિ સંપ્રદાયને કેન્દ્ર સ્થાને રાખી લોકપ્રિય ફિલ્મો, ટેલિવિઝન રિયાલિટી શો, નાટક ઇત્યાદિ આપનાર એવોર્ડ વિજેતા લેખક – દિગ્દર્શક મનોજ નથવાણી સેતુ કમ્યુનિકેશનના નિર્માતા પી. સી. કાપડિયા અને એક મહત્વની ભૂમિકામાં લોકપ્રિય અભિનેતા પિયુષ અઢીયાના અભિનયથી ઓપતી વિશ્વની સર્વ પ્રથમ પુષ્ટિ માર્ગ ઉપરની વેબ સિરીઝ લડ્ડુ ગોપાલની ખાસ વિશેષતા એ છે કે ભારતના પ્રત્યેક શહેરોથી લઈ નાનામાં નાના ગામડાઓમાં વસેલા વૈષ્ણવ પરિવારોની પુષ્ટિ ભક્તિ વણી લેવા એ સ્થળ ઉપર શૂટિંગ થવા જઈ રહ્યું છે જેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ નાનામાં નાના સ્થળોથી લઈ દેશ-વિદેશમાં વસતા વૈષ્ણવો વચ્ચે પુષ્ટિ ભક્તિ સેતુ રચાય.
બૉલીવૂડ સાથે સંકળાયેલા રામ મિશ્રા અને આપણા ગરવી ગુજરાતના કિલ્લા પારડીના શરદ દેસાઈ, ભગવદીય વૈષ્ણવ કમલેશ દેસાઈ અને પ્રતિષ્ઠિત વ્યવસાયિક પારુલ પટેલના વિશેષ સહયોગ અને સહકાર સાથે અને હિન્દી ગુજરાતી ચલચિત્રના લોકપ્રિય કલાકારોના સથવારે ટૂંક સમયમાં તમારા મનગમતા પ્લેટફોર્મ ઉપર ક્યારે અને કેવી રીતે માણી શકશો એની રસપ્રદ જાણકારી મેળવવા ફિલ્મી ઍકશનની યુ ટ્યૂબ ચૅનલ ઉપર આજે જ સબ્સ્ક્રાઇબ કરો. જેથી આ વેબ સિરીઝનું ટીઝર, ટ્રેલર, પોસ્ટર વગેરેની જાણકારી તમે ઘરે બેઠાં બેઠા માણી શકશો
સર્વ વૈષ્ણવો ને જયશ્રી કૃષ્ણ
શ્રી દિનેશ બાલકૃષ્ણ ગોયલ અને સમસ્ત પરિવાર
સ્વર્ગીય બાલકૃષ્ણ ગોયલ અને સ્વર્ગીય નિલેશ બાલકૃષ્ણ ગોયલના પુણ્ય સ્મરણાર્થે લડ્ડુ ગોપાલ સીઝન-૧ના સૌજન્ય દાતા છે.સર્વ વૈષ્ણવો ને જયશ્રી કૃષ્ણ.