કોર્ટે ૧૪ દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં રાખવાનો આપ્યો આદેશ
પઠાણે ફિલ્મ ક્રિટીક ગણાવતા કેઆરકે નામે જાણીતા કમલ રાશિદ ખાનની મુંબઇ પોલીસે એક વિવાદિત ટ્વીટ મામલે ધરપકડ કરી હતી. જાણવા મળ્યા મુજબ મંગળવારે સવારે જેવા KRK મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થયા કે મલાડ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
KRKને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં તેમણે ૧૪ દિવસ જુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
હકીકતમાં, ૨૦૨૦માં કમાલ રાશિદ ખાને રિશી કપૂર અને ઈરફાન ખાન વિરુદ્ધ ટ્વીટર પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ અંગે તેમના વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ બે દિવંગત અભિનેતાઓ વિરુદ્ધ વિવાદિત કૉમેન્ટ કરવા માટે કમાલ રાશિદ ખાન સામે IPCની કલમ ૨૯૪ (સાર્વજનિક રીતે અશ્લીલ કૃત્ય કરવા કે શબ્દોનો ઉપયોગ કરવો) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી.
વિવાદિત કૉમેન્ટ કરવા માટે જાણીતા કમાલે થોડા સમય પહેલા અનુષ્કા શર્માને અને વિરાટ કોહલીના ડિપ્રેશન માટે જવાબદાર ગણાવી હતી. જોકે આ ટ્વીટ માટે ભારે ટીકા થતાં કમાલે એ ડિલીટ કરી દીધી.
આ અગાઉ પણ KRK વિવાદિત ટિપ્પણીને કારણે મુસીબતમાં મુકાયા છે., અને ધરપકડ પણ થઈ છે. થોડા સમય પહેલા સલમાન ખાને એની ફિલ્મ રાધે વિશે નકારાત્મક રીવ્યુ લખતા કમાલ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો.
અત્યાર સુધીની કરિયરમાં કમાલે અનેક હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. ઉપરાંત ટીવીના સૌથી વિવાદિત શો બિગ બૉસમાં પણ નજરે પડ્યાં છે. કમાલ રાશિદ ખાન અભિનેતાની સાથે નિર્માતા તરીકે અનેક ફિલ્મો બનાવી છે.