કાર્તિક આર્યન અને ક્રીતિ સેનનની ફિલ્મ શહઝાદાનું ટ્રેલર લૉન્ચ

૧૪ જાન્યુઆરીએ કાર્તિક - ક્રીતિ કચ્છમાં ટ્રેલર લૉન્ચ કરશે

જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ કાર્તિક આર્યનની ફિલ્મ શહઝાદાનું ટ્રેલર આજે મુંબઈ ખાતે લૉન્ચ કરવામાં આવ્યું. ફરી એક વાર કાર્તિક અને ક્રીતિ સેનનની જોડી મોટા પરદે ધૂમ મચાવવા આવી રહી છે. કલાકારોએ ટ્રેલર જનતાની વચ્ચે જઈને લૉન્ચ કર્યું હતું. ટ્રેલર ઘણું દમદાર લાગી રહ્યું છે. કાર્તિક અને ક્રીતિ સેનન સ્ટારર અને રોહિત ધવન દિગ્દર્શિત ફિલ્મ શહઝાદા અલ્લુ અર્જુનની અલા વૈકુંઠપુરમૂલુની અધિકૃત રીમેક છે.

કાર્તિક અને ક્રીતિ સેનનની ફિલ્મ શહઝાદાનું ટ્રેલર ફુલ ઍક્શન પેક્ડ છે. ટ્રેલરની શરૂઆતમાં જ કાર્તિકના અવાજમાં ડાયલોગ સંભળાય છે… ફૅમિલી પર આયે તો ડિસ્કશન નહીં કરતે હૈ ઍક્શન કરતે હૈ. એ પછી કાર્તિકના પિતા પરેશ રાવલ સવાલ ઉઠાવે છે કે ઇસે બાઉન્સર બનના હૈ કિ લૉયર તો કાર્તિક કહે છે બંને. ટ્રેલરમાં કાર્તિક ક્રીતિને પટાવતો પણ જોવા મળે છે. ટ્રેલરમાં બંનેની કેમિસ્ટ્રી જબરજસ્ત લાગે છે. એકંદરે ટ્રેલર જોઈ એવું ફિલ થાય છે કે ફિલ્મ ફુલ ઓફ ઍક્શન, કૉમેડી અને રોમાન્સથી ભરપુર હશે.

ફિલ્મ સર્જકોએ ટ્રેલર લૉન્ચ માટે ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે. ૧૨ જાન્યુઆરીએ મુંબઈમાં ટ્રેલર લૉન્ચ કર્યા બાદ શહઝાદાના કલાકારો ૧૩ જાન્યુઆરીએ જલંધરમાં લોહરી મનાવવાની સાથે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરશે. તો ૧૪ જાન્યુઆરીએ સંક્રાંતના અવસરે કાર્તિક આર્યન, ક્રીતિ સેનન કચ્છમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરશે.

શહઝાદા ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ના થિયેટરોમાં રિલીઝ થશે.

ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://bit.ly/Shehzada-OfficialTrailer

Exit mobile version