1998માં આવેલી સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાનું ગીત ઓઢ લી ચુનરિયા તેરે નામ કી… ગીતથી લોકપ્રિયતાના શિખરે પહોંચી ગયેલા ગીતકાર સુધાકર શર્માએ પહેલીવાર આઇટમ નંબર પર હાથ અજમાવ્યો છે. નિર્માતા મનીષ કુમાર સિંહની ફિલ્મ માટે સુધાકર શર્માએ લખેલાં આજની પેઢી જેની ઘેલી છે એવા સોશિયલ મીડિયાના શબ્દોના આધારે આઇટમ નંબર લખ્યું છે. ઢીંચક સરફિરી જેવા શબ્દો ધરાવતું ગીત સંગીતકાર યુવરાજ મોરેએ માદક સ્વર ધરાવતી રિતુ પાઠક પાસે ગવડાવ્યું હતું. રિતુ પાઠકનાં ડબલ ધમાલ ફિલ્મનાં ગીત જલેબી બાઈએ દેશ-વિદેશમાં ધૂમ મચાવી હતી.
આ પ્રસંગે છસોથી વધુ ફિલ્મ ગીતો લખનાર ગીતકાર સુધાકર શર્માએ જણાવ્યું કે, 1998માં આવેલી ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાના ઓઢ લી ચુનરિયાં ગીતે પુષ્કળ પ્રસિદ્ધિ અપાવી. ત્યાર બાદ અનેક ગીતો લખ્યાં પણ એ બધાં કાવ્યાત્મક શૈલીનાં હતાં. પણ સુશાસન માટે પહેલીવાર આઇટમ નંબર લખ્યું છે. આશા છે કેમારા પહેલાં ક્લબ સોંગને પણ શ્રોતાઓ વધાવી લેશે.
જ્યારે સંગીતકાર યુવરાજ મોરેએ કહ્યું કે, આ ગીત એટલું મોડર્ન અને ટ્રેન્ડી છે કે એના રિલીઝ બાદ લોકો રિતુને સરફિરી સરફિરી કહેવા લાગશે. સુધાકર શર્માએ પણ તેમનો જૂનો ટ્રેક બદલી ક્લબ સોંગ ઢીંચક સરફિરી જેવા ધમાલ શબ્દો ધરાવતું ગીત લખ્યું છે.
વસુંધરા ફિલ્મ્સ પ્રોડક્શન પ્રા. લિ. બનેર હેઠળ બિહારની રાજકીય પૃષ્ઠભૂમિ પર બની રહેલી સુશાસન ફિલ્મનાં ગીતનું રેકૉર્ડિંગતાજેતરમાં ગોરેગાંવના કૃષ્ણા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. નિર્માતા મનીષ સિંહ પાંડે અને સહ નિર્માત્રી નિવેદિતા દેવની ફિલ્મ સુશાસનના લેખક-દિગ્દર્શક છે દીપક પાંડે. ફિલ્મમાં રાજપાલ યાદવ, મુસ્તાક ખાન, ગોવિંદ નામદેવની સાથે નવોદિત કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.