એક સે બઢકર એ શો ટેલિકાસ્ટ કરતી મનોરંજન જગતની અગ્રણી ચૅનલ સ્ટાર પ્લસ એક સે બઢકર એક શો થકી દર્શકોનું મનોરંજન કરવામાં અગ્રેસર છે. આવો જ એક શો છે ક્યોંકી સાસ ભી કભી બહુ થી. શો જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ એમાં રસપ્રદ એન્ટ્રી થતી જાય છે જેનાથી દર્શકોમાં ઉત્સુકતા પણ વધતી જાય છે.
તાજેતરમાં પાર્વતીની એન્ટ્રી થઈ. હવે ચર્ચા ચાલી રહી છે કે ટૂંક સમયમાં એક ઇન્ટરનેશનલ સુપરસ્ટારની શોમાં એન્ટ્રી થઈ શકે છે. મળતા અહેવાલો મુજબ ઑસ્કર અવૉર્ડ વિજેતા અભિનેતા વિલ સ્મિથ ટૂંક સમયમાં ભારતીય. ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી શકે છે. જી તમે બરોબર વાંચ્યું… હૉલિવુડના મેગા સ્ટાર ઇન્ડિયન ડ્રામાની દુનિયામાં ડગ માંડવાના છે.

મનોરંજનની દુનિયામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ વિલ સ્મિથ મિહિર વિરાણીના ભાવનાત્મક સંબંધોની સાથે એની વફાદારી પુરવાર કરવામાં સહાયભૂત બની શકે છે. હકીકત તો એ છે કે વાર્તામાં એ સમયની વાત પણ વણી લેવાય, જેમાં વિલે ઑસ્કારમાં એની પત્ની પિંકેટ સ્મિથ માટે ઊભા થઈ દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે એક કૉમેડિયને એની બીમાર પત્નીની મજાક ઉડાવી હતી. એમની આ સંરક્ષણ કરનારી ઘડી એન્ટરટેઇન્મેન્ટની દુનિયાની સૌથી ચર્ચિત ક્ષણો બની ગઈ.

જો આ શક્ય બન્યું તો વિલ સ્મિથનો ક્યોંકી સાસભી કભી બહુ થીની એન્ટ્રી પ્રેમ, સન્માન અને પોતાના સાથીની પડખે કોઈ પણ પરિસ્થિતિમાં ઊભા રહેવાનો મજબૂત સંદેશ આપી શકે છે. શું મિહિર અને તુલસીને તેમના સંબંધો ફરી સમજી શકે એ માટે સહાયરૂપ બનશે? એવું કહેવાય છે કે એ વિરાણી પરિવારના સંબંધોમાં પડેલી તિરાડને પુરવાનું કામ કરશે. એ સાથે કથામાં એકતા, લાગણીઓ અને રોમાંચને લાવવાનું કામ કરશે. વિલની એન્ટ્રી દર્શકોને પણ આકર્ષિત કરશે અને વાર્તાને પણ મજેદાર બનાવશે. જોકે એક વાત નક્કી છે કે જો વિલ સ્મિથ શોમાં એન્ટ્રી કરશે તો સિરિયલમાં અનેક નવા ટ્વિસ્ટ જોવા મળશે.









