અનુપમામાં અનુજ એવું પગલું ભરશે કે દર્શકો ઝૂમી ઉઠશે

અનુપમામાં રોજ હાઈ-વૉલ્ટેજ ડ્રામા જોવા મળે છે

સ્ટાર પ્લસના શો અનુપમામાં રોજ હાઈ-વૉલ્ટેજ ડ્રામા જોવા મળે છે. શોમાં અવનવા ધમાકેદાર ટ્વિસ્ટ આવતા રહે છે. હાલ અનુપમા અમેરિકા જવાની તૈયારી કરી રહી છે અને શાહ-કાપડિયા ફૅમિલી અનુપમાને ફેરવેલ પાર્ટી આપી રહ્યા છે. તો બીજી બાજુ માયાના ચક્કરમાં અનુપમાને જતી રોકી શકતો નથી. દરમિયાન એવા ન્યુઝ આવી રહ્યા છે જે માયાના ચાહકો માટે આઘાતજનક હશે. એવું કહેવાઈ રહ્યું છે કે અનુપમામાં માયાનું પાત્ર ભજવી રહેલી છવિ પાંડે શોને ગુડબાય કરી રહી છે.

છવિ પાંડેએ થોડા મહિના પહેલા જ શોમાં એન્ટ્રી કરી હતી. એના આવ્યા બાદ શોની ટીઆરપી જ નહોતી વધી પણ એક પછી એક આવતા ટ્વિસ્ટે શોના હકોનું ભરપુર મનોરંજન પણ કર્યું. જોકે લેટેસ્ટ અપડેટ મુજબ અનુપમામાં માયાનો ટ્રેક પૂરો થઈ રહ્યો છે.

આવનારા એપિસોડમાં અનુજના પ્રેમમાં પાગલ માયા પાગલપનની તમામ હદ પાર કરી જશે. હકીકતમાં અનુપમા (રૂપા ગાંગુલી) ગુરુમાની ઉત્તરાધિકારી બની અમેરિકા જઈ રહી છે. ત્યારે શાહ પરિવારને ત્યાં ફેરવેલ પાર્ટી બાદ અનુપમા અનુજ કાપડિયાને ત્યાં ફેરવેલમાં જવા નીકળે છે. કાપડિયા હાઉસમાં અનપમાને સ્પેશિયલ ફીલ કરાવવા અનુજે પુષ્કળ તૈયારીઓ કરી છે જે માયાને સહન થતી નથી.

ઇર્ષામાં ભાન ભૂલેલી માયા પ્લાન બનાવે છે પણ એ ઊંધો પડી જાય છે. આ વાતની જાણકારી અનુજને થાય છે ત્યારે માયા એની નજરોમાંથી ઉતરી જાય છે. તો એવું પણ કહેવાય છે કે માયાને એની ભૂલનો અહેસાસ થાય છે અને અનુપમાને બચાવવા પોતાનો જીવ આપી દેશે. તો એવું પણ ચર્ચાઈ રહ્યુ છે કે અનુજ માયાની વર્તણુંકથી પરશાન થઈ માયાને ગાંડાની હોસ્પિટલમાં મુકી આવશે.

જોકે આ વાતને ન તો નિર્માતાએ પુષ્ટી આપી છે કે છવિ પાંડેએ. પણ એ જોવું રસપ્રદ રહેશે કે માયા અનુપમા વિરુદ્ધ કેવું કાવતરું રચે છે જેની કિમત એણે ચુકવવી પડશે.

Exit mobile version