મેં નક્કી કર્યું હતું હું જ્યારે ફિલ્મ નિર્માણ કરીશ ત્યારે મારી પહેલી ફિલ્મ માતૃભાષા ગુજરાતીમાં અને મારા સર્વેસર્વા ઘંટાકર્ણ મહાવીર દાદા અને મારા મૂળ વતન મારા ગામ મહુડીમાં જ બનાવીશ.
નાનપણથી મહુડીના ઘંટાકર્ણ મહાવીર દાદાના ચરણોમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર અને પોતાની આવડત, કુનેહ, બુદ્ધિ થકી સફળતાની સિદ્ધિના શિખરે પહોંચેલા મહુડી ધામના ટ્રસ્ટી (મહેતા પરિવાર) અને હાલ સુરતના અંકિત મહેતા કે જેઓ ફિલ્મ જગત સાથે સીધા સંકળાયેલા છે.
ફિલ્મી એક્શન સાથે વાત કરતા જણાવ્યું કે ઘંટાકર્ણ મહાવીર દાદાના આશીર્વાદ અને કૃપાથી આજે હું ધારું એ બજેટની ફિલ્મનું કોઈપણ ભાષામાં નિર્માણ કરી શકું છું. પરંતુ મેં નક્કી કર્યું હતું હું જ્યારે ફિલ્મ નિર્માણ કરીશ ત્યારે મારી પહેલી ફિલ્મ માતૃભાષા ગુજરાતીમાં અને મારા સર્વેસર્વા ઘંટાકર્ણ મહાવીર દાદા અને મારા મૂળ વતન મારા ગામ મહુડીમાં જ બનાવીશ. આજે મને એ વાતની ખુશી છે કે દાદાની પરમ કૃપાથી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. આ પ્રસંગે હું દિલથી મારા ભાઈ સમાન ફિલ્મના લેખક – દિગ્દર્શક મનોજ નથવાણીના સઘન પ્રયાસો ક્યારેય નહીં ભૂલું. મારી શ્રદ્ધા, ભક્તિ અને દેશ વિદેશમાં વસતા દાદાના લાખો ભક્તોના ભાવને લક્ષમાં રાખી ફિલ્મ નિર્માણના પ્રત્યેક વિભાગમાં સુંદરમાં સુંદર કામ કર્યું છે.