ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં એક નવી અને ઉત્સાહજનક શરૂઆત થઈ છે. આધુનિક દર્શકોની પસંદ અને ઝડપભરી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી અક્કુ OTT એપનું ભવ્ય લૉન્ચિંગ તાજેતરમાં યોજાયું. 100થી વધુ પસંદગીદાર ફિલ્મો, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મ્સ, ડૉક્યુમેન્ટરીઝ અને એક્સક્લૂસિવ ઓરિજિનલ કન્ટેન્ટ સાથે અક્કુ OTTએ લૉન્ચ થતાની સાથે જ મનોરંજન પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે.
સ્ટાર્સથી ઝગમગતી લોન્ચિંગ ઇવેન્ટ

ભવ્ય લૉન્ચિંગ ઇવેન્ટમાં ગલ્ફમ ખાન, અર્શી ખાન, ભાગ્યશ્રી તાલુકદાર, રૂક્સ ખંડાગલે, સમીર સલીમ ખાન, પ્રિયંકા હલદાર, આયુષી ભૌમિક, બબિતા દુબે સહિત અનેક જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ગ્લેમર અને ડિજિટલ ભવિષ્યની ઝલક જોવા મળી.
અનોખું ‘ટ્રાય બિફોર સબ્સ્ક્રાઇબ’ મૉડલ
અક્કુ OTTની સૌથી મોટી ખાસિયત છે તેનું નવીન 5–6 મિનિટ ફ્રી, પછી ચુકવણી મૉડલ. આ ફીચર દ્વારા દર્શકો કોઈપણ કન્ટેન્ટને પહેલા જોયા પછી જ સબ્સ્ક્રિપ્શન લેવા નક્કી કરી શકે છે. આ પારદર્શક અને યુઝર-ફ્રેન્ડલી અભિગમ દર્શકોને સંપૂર્ણ પસંદગીની સ્વતંત્રતા આપે છે.
જોકે ઉલ્લુ, અલ્ટ જેવા અનેક ઓટીટી પ્લેટફોર્મના એડલ્ટ કન્ટેન્ટને કારણે સરકારે તેમના પર પ્રતિબંધ મુક્યો છે. હવે જોવાનું એ છે કે અતિશય બૉલ્ડ સિરીઝને કારણે સરકાર અક્કુ પર પ્રતિબંધ મુકે છે કે નહીં.
અક્કુ OTTના સ્થાપકે જણાવ્યું કે, “અમારો વિશ્વાસ છે કે ઉત્તમ કન્ટેન્ટ પહેલા અનુભવવું જોઈએ. 5–6 મિનિટના ફ્રી પ્રીવ્યૂથી દર્શકો સાચી પસંદગી કરી શકે છે અને 100થી વધુ કન્ટેન્ટ સાથે હંમેશા કંઈક નવું જોવા મળશે.









