રાજ સિંહ ચૌધરી દિગ્દર્શિત અને કે. કે. મેનન અભિનીત એક પિતા અને એને મળેલી જૈવિક પુત્રી વચ્ચેના જટીલ સંબંધોનું વિશ્લેષણ કરે છે.  અપરાધન બોજ અને સંતાપને કે. કે. મેનને એની અભિનય પ્રતિભાથી જીવંત કર્યો છે.

ફિલ્મની વાર્તા એક લેખકની છે જે આ વરસે પદ્મશ્રી પુરસ્કાર માટે નામાંકિત થાય છે પણ એ પુરસ્કાર લઈ શકતો નથી. એનું કારણ છે એણે જ લખેલું પુસ્તક લાસ્ટ ચેપ્ટર છે. આ ફિલ્મના બે મુખ્ય પાત્રો છે ડૉક્ટર વિનાયક સત્યા જેમણે એક એક્ટિવિસ્ટ તરીકે પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ મેળવી છે. એ હંમેશ મહિલાઓના પ્રશ્ન ઉઠાવે છે. ઉપરાંત રોશની, જે તેમની અનૌરસ સંતાન અને સેક્સ વર્કર છે. ડૉક્ટર સત્યાને રોશની અતીતમાં લઈ જાય છે જ્યાં તેઓ એક બાંગ્લા દેશી પ્રવાસીને સહાય નથી કરતા અને રોશનીને એવું જીવન મળે છે એને લાયક નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here