બૉલિવુડથી હૉલિવુડ સુધી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા એના પતિ નિક જોનાસ સાથે ગ્રૅમી-2020ના રેડ કાર્પેટ પર પોતાની આગવી શૈલીમાં જલવો દાખવ્યો હતો. બંને જ્યારે રેડ કાર્પેટ પર આવ્યા ત્યારે બધાની નજર તેમના પર ચોંટી ગઈ. અને કેમ ન હોય, ડ્રેસિંગ સેન્સ માટે પ્રિયંકા હંમેશ ચર્ચામાં રહી છે. પ્રિયંકાએ ગ્રૅમીના અમુક ફોટોગ્રાફ્સ એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કર્યાને જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા.


પ્રિયંકાએ ગ્રૅમી-2020માં જે વાઇટ ગાઉન પહેર્યો હતો એ ડીપ ફ્રન્ટ ઓપન ગાઉન હતો જેમાં એ એકદમ બૉલ્ડ અવતારમાં નજરે પડતી હતી. સફેદ ગાઉન સાથે પ્રિયંકાએ મેચિંગ ડાયમંડ ઇયરિંગ્સ પહેર્યાં હતાં.

આ અવસરે પ્રિયંકાએ એના ડ્રેસિંગ સેન્સ વડે ફરી બધાને પાછળ મુકી દીધાં. જોનાસ બ્રધર્સનો ફોટો પણ શેર કર્યો હતો પણ બધાની નજર પ્રિયંકા પરથી હટવાનું નામ લેતી નહોતી.
તસવીરો : પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પરથી સાભાર