દર્શકોની મનોરંજનની બેલેન્સ શીટમાં મોજ-મસ્તીનો ભરપુર નફો ઉમેરવા નેટફ્લિક્સની નવી સિરીઝ ત્રિભુવન મિશ્રા : સીએ ટૉપર લઈને આવી રહી છે. આજે રિલીઝ થયેલું ટ્રેલર ઘણું રસપ્રદ છે.
સીએમાં ટૉપ આવનારને પણ એવી જીવનમાં કેવા સંઘર્ષ કરવા પડે એની વાત ત્રિભુવન મિશ્રા : સીએ ટૉપરમાં દર્શાવવામાં આવી છે. માનવ કૌલે ત્રિભુવનનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. ટ્રેલરની શરૂઆતમાં જ સીએ ટૉપર એક મહિલાને પ્રાઇવેટ સર્વિસ આપતો જોવા મળે છે.
લોકોમાં ત્રિભુવન ઘણો ભોળો છે અને ઑફિસમાં કર્મનિષ્ઠ કર્મચારી છે. પરંતુ કોઈ મજબૂરીને કારણે આડા રસ્તે જતો રહે છે જ્યાં મહિલાઓની શારીરિક જરૂરિયાત પૂરી કરે છે, જેમાં એક ડૉનની પત્નીનો પણ સમાવેશ થાય છે. ડૉનને જાણ થાય છે કે એક સીએ ટૉપર સાથે એની પત્નીનું અફેર ચાલી રહ્યું છે. ત્યારે લાલપીળો થયેલો ડૉન એના ગેંગ સાથે સીએ ટૉપરને મારવા નીકળી પડે છે. હવે એક સામાન્ય માનવી એવા સીએ ટૉપરની જિંદગીમાં કેવી સુનામી આવે છે. આ વાતની આછેરી ઝલક ટ્રેલરમાં જોવા મળે છે.
ત્રિભુવન મિશ્રા સીએ ટૉપરમાં કૉમેડીની સાથે ગોળીઓની રમઝટ પણ જોવા મળશે. 18 જુલાઈથી નેટફ્લિક્સ પર પ્રસારિત થનારી ત્રિભુવન મિશ્રા : સીએ ટૉપરમાં માનવ કૌલ ઉપરાંતતિલોત્તમા શોમ, શુભ્રજ્યોતિ વરત, નયના સરીન, શ્વેતા વસુ પ્રસાદ, સુમિત ગુલાટી, નરેશ ગોસાઇન, ફૈસલ મલિક અને અશોક પાઠક પણ જોવા મળશે.
ટ્રેલર જોવાી નીચેની લિન્ક પર ક્લિક કરો
pb0f3a