ઑસ્કાર અવૉર્ડ-2023માં ધ કાશ્મીર ફાઇલ્સ સહિત ભારતની પાંચ ફિલ્મો શોર્ટલિસ્ટ

અનુપમ ખેર શ્રેષ્ઠ અભિનેતાની કેટેગરીમાં થયા શોર્ટલિસ્ટ

2022ની સૌથી ચર્ચિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને ઑસ્કાર-2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારતની જે પાંચ ફિલ્મો શોર્ટલિસ્ટ કરવામાં આવી છે એમાંની એક છે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પણ સામેલ હોવાની જાણકારી વિવેકે ટ્વીટ કરીને આપી હતી.

વિવેક અગ્નિહોત્રીએ ધ કાશ્મીર ફાઇલ્સ સાથે સંકળાયેલા તમામ કલાકાર કસબીઓનો આભાર માન્યો હતો. માત્ર ફિલ્મ જ નહીં, ધ કાશ્મીર ફાઇલ્સના કલાકારો પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેર બેસ્ટ એક્ટર્સ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થયા છે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીના જણાવ્યા મુજબ આ તો બસ શરૂઆત છે, હજુ ઘણું આગળ વધવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઑસ્કારની યાદીમાં ભારતની અન્ય ફિલ્મો પણ સામેલ છે જે નોમિનેશન માટે કન્સિડર કરવી જોઇએ. ઑસ્કાર દ્વારા જે 301 ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી છે એમાં ધ કાશ્મીર ફાઇલ્સ ઉપરાંત કંતારા, આરઆરઆર અને ગંગુબાઈ કાઠિયાવાડી પણ સામેલ છે. નોમિનેશન માે ધ્યાનમાં લેવા જેવી ફિલ્મોમાં પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો પણ છે જે ભારતની ઑફિશિયલ એન્ટ્રી છે.

Exit mobile version