ફિલ્મ અભિનેતા દેવ પટેલનું નામ ભારતીય દર્શકો માટે અજાણ્યું નથી. એ. આર. રહેમાનને જય હો ગીત સહિત ઓસ્કાર અવૉર્ડ જીતનાર ફિલ્મ સ્લમડૉગ મિલિયોનેરમાં દેવ પટેલે જમાલ મલિકની મુખ્ય ભૂમિકા ભજવી હતી. મૂળમાં ગુજરાતી પરિવારનો દેવ પટેલનો જન્મ અને ઉછેર બ્રિટનમાં થયો છે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા તરીકે દેવ પટેલને બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવૉર્ડ ઉપરાંત એકેડેમી અવૉર્ડ તથા બે ગોલ્ડન ગ્લોબ અવૉર્ડના નોમિનેશન મળી ચુક્યા છે. એટલું જ નહીં, ટાઇમ્સ મેગેઝિને દેવ પટેલને 2024ના વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં પણ સામેલ કર્યો છે.
હાલ એની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મને કારણે ચર્ચામાં છે. દેવની ફિલ્મ મંકી મેન એપ્રિલમાં રિલીઝ થવાની હતી. પરંતુ કથિતપણે ફિલ્મમાં હિંસા, સેક્સ, હિન્દુ ધર્મ અને પૌરાણિક કથાઓને કારણે ફિલ્મ સેન્સર બૉર્ડનું સર્ટિફિકેટની રાહ જોઈ રહી છે. અને એટલા માટે ફિલ્મની રિલીઝની તારીખ જાહેર થઈ શકી નથી.
મંકી મેન ફિલ્મના અભિનેતા મકરંદ દેશપાંડેએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે, ઍક્શન ફિલ્મ મંકી મેનમાં એના પર એક મહત્ત્વનું દૃશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું જે કાઢી નાખવામાં આવ્યું. અમેરિકામાં ફિલ્મના પ્રીમિયર પહેલા દિગ્દર્શક-અભિનેતા દેવ પટેલે આ વાતની જાણકારી આપી હતી. મકરંદે કહ્યું કે, મારા મતે આ દૃશ્ય ફિલ્મનો આત્માની સાથે વાર્તાની ફિલોસોફીનો અર્ક એમાં સમાયેલો છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મકરંદ દેશપાંડેએ કહ્યું કે, મંકી મેનના પ્રીમિયર માટે હું કેલિફોર્નિયા ગયો હતો. પ્રીમિયર પહેલાં દેવ પટેલે મને કહ્યું કે એ મારી સાથે વાત કરવા માગે છે. એણે જણાવ્યું કે એ દૃશ્ય જે મને સૌથી વધુ પસંદ હતું એ કોઈ કારણસર ફિલ્મમાંથી કાઢવું પડ્યું છે. અમુક રાજકીય કારણોસર. હું એને જોતો રહ્યો અને કહ્યું, દેવ, શું આ દૃશ્ય તમારી ફિલ્મની ફિલોસોફી સમાન હતોને? મારા હિસાબે એ સીન ફિલ્મની આત્મા સમાન હતો, બની શકે કે એ દેવ માટે ન પણ હોય. જોકે ફિલ્મને ઘણી પ્રશંસા મળી રહી છે. કદાચ એ ઑસ્કારની રેસમાં પણ સામેલ થઈ શકે છે.
ભારતમાં આ ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થવાની હતી, પણકથિતપણે હિંસા, સેક્સ અને હિન્દુ ધર્મ તથા પૌરાણિક કથાઓના સંદર્ભને કારણે ફિલ્મને સીબીએફસી સેન્સર સર્ટિફિકેટ આપવાનું નકારી શકે એવી શક્યતા હોવાથી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરાઈ નથી. હવે જ્યારે ફિલ્મ અમેરિકામાં બીઓડી પર ઉપલબ્ધ થયા બાદ પાઇરેટેડ થઈ છે. એટલે સૂત્રોના જણાવ્યા મુજબ મંકી મેન ભારતના થિયેટરોમાં રિલીઝ થાય એની શક્યતા ઓછી છે.
jlmsuc