Table of Contents
બહુચર્ચિત વેબ સિરીઝ બેતાલનું પહેલું ટ્રેલર રિલીઝ થયું અને દર્શકોને ઘણું પસંદ પણ પડ્યું. આ હૉરર સિરીઝના સહ નિર્માતા છે શાહરુખ ખાન, ગૌરવ વર્મા અને નેટફ્લિક્સ.
ફિલ્મ, ટીવી સિરિયલ હોય કે વેબ સિરીઝ, જેટલું મહત્ત્વ સ્ક્રિપ્ટ અને કલાકારનું હોય છે એટલું જ મહત્ત્વ કલાકારની પસંદગીનું પણ હોય છે. આજે તો બધાને જાણ છે કે મનોરંજનના તમામ માધ્યમો માટે કલાકારની પસંદગી કાસ્ટિંગ ડિરેક્ટર કરતો હોય છે. સીધી સરળ કથાનક ધરાવતી સ્ટોરી માટે પણ પાત્રોને અનુરૂપ કલાકારની પસંદગી કરવી પડે છે. એટલે કાસ્ટિંગ ડિરેક્ટરે તમામ પાત્રોની વરણી માટે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. એમાંય બેતાલ જેવી વાર્તા ધરાવતી સિરીઝ માટે તો ખાસ.
બેતાલ વેબ સિરીઝના કાસ્ટિંગ ડિરેક્ટર પરાગ મહેતાનું કહેવું છે કે દરેક પ્રોજેકટ પડકારજનક હોય છે, પણ આ પ્રોજેકટ મહત્વપૂર્ણ અને મોટો હતો. બેતાલ ફિક્શનલ હૉરર થ્રિલર ડ્રામા સિરીઝ હતી. એના કાસ્ટિંગ માટે ભારતના વિવિધ વિસ્તારોમાં અમે ફર્યા અને અનેક આર્ટિસ્ટના ઑડિશન પણ લીધા. અમારૂં મુખ્ય લક્ષ્ય પટકથાને ન્યાય મળે એવા કલાકારોની વરણી કરવાનું હતું.
હવે ઓ.ટી.ટી પ્લેટફોર્મ પર એક એકથી ચઢિયાતા કન્ટેન્ટ આવી રહ્યા છે. આ તમામ સિરીઝ માટે કલાકારોની ડિમાન્ડ પણ ઘણી રહે છે. અને એના કારણે કાસ્ટિંગ ડિરેક્ટરના કામની પણ સરાહના થઈ રહી છે.
પરાગ મહેતાએ બાજીરાવ મસ્તાની, ગલિયોં કી રાસલીલા, મેરી કોમ, ચક્રવ્યૂહ જેવી અનેક ફિલ્મોના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી છે. આ તમામ ફિલ્મના કાસ્ટિંગ વર્ક માટે તેમની પ્રસંશા થઈ છે.
ઉપરાંત નેટફ્લિક્સની પહેલી ઇન્ડિયન ઓરિજિનલ ફિલ્મ ચૉપસ્ટિક, ડિઝની હૉટસ્ટારની વેબ સિરીઝ હન્ડ્રેડ, ઝી5ની રંગબાઝ, અને એમેઝોન પ્રાઈમની લાખો મેં એકનો સમાવેશ થાય છે.
વેબ સિરીઝ બેતાલની કાસ્ટિંગમાં વિનીત કુમાર સિંહ, આહના કુમરા, સુચિત્રા પીલ્લઈ, સિદ્ધાર્થ મેનન, જિતેન્દ્ર જોશી, મંજરી પુપાલા અને સાયના આનંદનો સમાવેશ થાય છે.